નવી દિલ્હીઃ બ્રિટનમાં બોરિસ જોનસનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમની રેસમાં હવે ભારતીય મૂળના ઋષિ સુનક, સુએલા બ્રેવરમૈન સહિત 8 લોકો રહ્યાં છે. બ્રિટનના કંજર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે નામાંકન દાખલ કર્યું છે. નામાંકનના કેટલાક સમય પહેલા ભારતીય મૂળના ઉમેદવાર પ્રીતિ પટેલે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બ્રિટનમાં કંજર્વેટિવ પાર્ટીના નેતા અને પીએમનું એલાન 5મી સપ્ટેમ્બરના રોજ કરાશે.
પ્રીતિ પટેલે કહ્યું હતું કે, હવે મારુ ધ્યાન ગૃહ સચિવના રૂપમાં ઉપસ્થિત ઉમેદવારી ઉપર છે. પ્રીતિ પટેલ ઉપરાંત પાકિસ્તાન મૂળના બે ઉમેદવાર સાજીદ જાવિદ અને રહમાન ચિશ્તીએ પોતાનું નામ પરત ખેંચ્યું હતું. તેમને 20 સાંસદોનું સમર્થન મળ્યું ન હતું. હવે પીએમની રેસમાં ઋષિ સુનક, સુઅલા બ્રેવર મેન ઉપરાંત વિદેશ સચિવ લિજ ટ્રસ, નવા ચાન્સલર નાદિમ જહાવી, વેપાર મંત્રી પેની મોડોટ, પૂર્વ કેબિનેટ મંત્રી કેમી બૈડનોચ અને જેરમી હંટ તથા ટોરી બૈકબેંચર ટોમ તુગેંદતનો સમાવેશ થાય છે.
ઋષિ સુનકએ ઔપચારિક રીતે પોતાના અભિયાન પહેલાથી શરૂ કરી દીધું છે. તેમને સૌથી વધારે સાંસદોનું સમર્થન મળ્યું છે. ઋષિ સુનકના અભિયાનની શરૂઆત પહેલા જ તેમણે કહ્યું હતું કે, મે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યો છું, મારુ નેતૃત્વ અમારી પાર્ટી અને અમારા દેશને શું આપી શકીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસને રાજીનામું આપ્યું હતું. જેથી બ્રિટનના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, હવે બ્રિટનમાં નવા કોણ વડાપ્રધાન બને છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.