Site icon Revoi.in

બ્રિટન ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે 200 કરોડ ડોલર આપશે

Social Share

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખઆતે 2 દિવસીય સમિટનું પીએમ મોદી દ્રારા આજે બપોરે સમાપાન કરીને આગામી વર્ષની અધ્યક્ષતા બ્રિઝીલને સોંપવામાં આવી ત્યારે આ બે દિવસ દરમિયાન અનેક દેશઓના નેતાઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે

જી-20ના ત્રીજા સત્રની બેઠક આજે દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં શરૂ થઈ છે. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ક્લાઈમેટ ચેન્જની અસરને ઘટાડવા અને વિશ્વના નબળા દેશોને મદદ કરવા માટે નાણાકીય યોગદાન આપવાની જાહેરાત કરી છે

જો બ્રિટનની વાત કરવામાં આવે તો યુનાઇટેડ કિંગડમે રવિવારે કહ્યું કે તે ગ્રીન ક્લાઇમેટ ફંડને USD 2 બિલિયન આપશે, અને તેને “સૌથી મોટી સિંગલ ફંડિંગ પ્રતિબદ્ધતા” ગણાવ્યું છે જે દેશે આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવા માટે બનાવેલ છે.

બ્રિટન તરફથી મળતું આ ભંડોળ 2014ના પ્રારંભિક ભંડોળ કરતાં બમણું છે. ઋષિ સુનકે G-20 સમિટમાં તેમના સંબોધન દરમિયાન આબોહવા પગલાં પર ભાર મૂક્યો હતો અને વિશ્વના નેતાઓને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની તેમની પ્રતિબદ્ધતામાં એક થવા અને આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરોનો સામનો કરી રહેલા દેશોને સહાય પૂરી પાડવા માટે આહ્વાન કર્યું હતું.

ભારતમાં બ્રિટીશ હાઈ કમિશને જણાવ્યું હતું કે વડા પ્રધાન ઋષિ સુનકે વિશ્વના સૌથી સંવેદનશીલ લોકોને આબોહવા પરિવર્તનની અસરને સ્વીકારવા અને તેને ઘટાડવામાં મદદ કરવા નાણાકીય યોગદાનની જાહેરાત કરી છે.

આ સહીત “યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે ભારતમાં G20 સમાપ્ત થતાંની સાથે રેકોર્ડ આબોહવા સહાય પ્રતિબદ્ધતાની જાહેરાત કરી. યુકે ગ્રીન ક્લાઈમેટ ફંડને 2 બિલિયન  ડોલર આપશે જે યુકે દ્વારા વિશ્વને આબોહવા પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવા માટે કરવામાં આવેલી સૌથી મોટી સિંગલ ફંડિંગ પ્રતિબદ્ધતા છે.

ઉલ્લેખનીય છે ક “G20 સમિટમાં બ્રિટનના પીએમ ઋષિ સુનકે નેતાઓને આ ડિસેમ્બરમાં COP28 સમિટ પહેલા સાથે મળીને કામ કરવા માટે આહ્વાન કર્યું છે જેથી બંને તેમના દેશોના પોતાના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે અને આબોહવા પરિવર્તનના પરિણામોનો સામનો કરવા માટે નબળા અર્થતંત્રોને ટેકો આપે.