Site icon Revoi.in

બ્રિટન યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું રક્ષા પેકેજ આપશે,ઋષિ સુનકની જાહેરાત

Social Share

દિલ્હી:બ્રિટનમાં સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ ઋષિ સુનક શનિવારે યુક્રેન પહોંચ્યા હતા. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે,બ્રિટન રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મદદ વધારશે.તેમણે યુક્રેનિયન નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રશિયન હુમલાઓથી બચાવવા માટે એર ડિફેન્સ પેકેજની પણ જાહેરાત કરી હતી.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે,બ્રિટન યુક્રેનને 50 મિલિયન પાઉન્ડનું રક્ષા પેકેજ આપશે.તેમાં 125 એન્ટી એરક્રાફ્ટ ગન અને એન્ટી ડ્રોન ટેક્નોલોજી પણ સામેલ છે.યુકેના આ પેકેજ હેઠળ ડઝનેક રડાર અને એન્ટી-ડ્રોન ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા પણ યુક્રેનને આપવામાં આવશે.આ સહાય પેકેજ મહિનાની શરૂઆતમાં બ્રિટનના રક્ષામંત્રી બેન વાલેસ દ્વારા 1000 થી વધુ નવી હવા વિરોધી મિસાઇલો આપવાની જાહેરાતને અનુરૂપ છે.

ઑક્ટોબર મહિનામાં જ બ્રિટનના વડાપ્રધાન બનેલા ઋષિ સુનકે યુક્રેનના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કિવમાં આવીને લોકોને મળીને આનંદ થાય છે જેઓ સાર્વભૌમત્વ અને લોકશાહીના સિદ્ધાંતોની રક્ષા માટે આટલી મોટી કિંમત ચૂકવી રહ્યા છે.બ્રિટનના વડાપ્રધાને કહ્યું હતું કે,અમે આજે એ કહેવા આવ્યા છીએ કે બ્રિટન અને તેના સાથી દેશો આ બર્બર યુદ્ધના અંત સુધી અને શાંતિની સ્થાપના સુધી યુક્રેનની પડખે ઊભા રહેશે.