બ્રિટન પોતાની વિઝાની ફિ માં કરશે વધારો, હવે વિધા મેળવવા માટે ચૂકવવા પડશે આટલા રુપિયા
દિલ્હી- ભારતના અનેક નાગરિકોની વિદેશ જવાની હોડ શરુ છે અમેરિકા હોય કેનેડા હોય કે લંડન અનેક લોકો વિઝિટર વિઝાથી લઈને સ્ટૂડન્ટ વિઝા મેળવીને વિદેશ જઈ રહ્યા છએ કત્યારે હવે જો તમે પમ બ્રિટનના વિઝા મેળવવા માંગો છો તો હવે તમારે તેના માટે વધારે ફી ચૂકવવી પડશે બ્રિટન આ મામલે ફિ વધારવાની તૈયારી કરી રહ્યું છે.
આ બાબતને લઈને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતિં કે ભારતીયો સહિત આખા વિશ્વમાં વીઝા એપ્લાઇ કરનારાઓ તરફથી અપાતી ફીઝ અને હેલ્થ સરચાર્જમાં ઘણો વધારો કરવામાં આવશે. હેલ્થ સરચાર્જ બ્રિટનની સરકારી નેશનલ હેલ્થ સર્વિસને આપવામાં આવે છે.
આ સહીત એમ પમ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, જેથી દેશમાં પબ્લિક સેક્ટરના પગારમાં કરવામાં આવેલા વધારાની પૂર્તિ કરી શકાય. જો વીઝા ફીઝમાં વધારાની વાત કરીએ તો તેમણે 15થી 20 ટકા સુધી વધારો કરવાનીશક્યતાઓ દર્શઆવી છે.
શિક્ષકો, પોલીસ, જૂનિયર ડોક્ટરો અને બીજા પબ્લિક સેક્ટરના કર્મચારીઓના વેતનની સ્વતંત્ર સમીક્ષાની ભલામણને સ્વીકાર કરવા માટેના દબાણનો સામનો કરી રહેલા બ્રિટિશ વડાપ્રધાન સુનકે તેમાં 5થી 7 ટકાની વચ્ચે વધારાની પુષ્ટી કરી છે. સાથે જ, તેમણે કહ્યું કે, આ પૈસા ભેગા કરવા માટે વીઝા ફીઝમાં વધારો કરવામાં આવશે.
વડાપ્રધાન સુનકે કહ્યું કે, અમે આ પૈસા લાવવા માટે બે પગલા લીધા છે. પહેલું કે, અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટે વીઝા માટે આવેદન કરનારા લોકો વાળી ફીઝને વધારવામાં આવી રહી છે અને વાસ્તવમાં તેને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ કહેવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આ બધી ફીઝમાં વધારો થવા જઇ રહ્યો છે અને તેનાથી ગ્રેટ બ્રિટન પાઉન્ડમાં એક અબજ કરતા વધારેનો વધારો થશે આ સહીત વર્ક વીઝા ફીઝમાં 15 ટકાનો વધારો કરવામાં આવશે. અન્ય દરેક વીઝા ફીઝામાં કમ સે કમ 20 ટકાનો વધારો કરવામાં આવશે.
વધુમાં આપેલ ીજાણકારી અનુસાર ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પહેલી વખત 2015માં પ્રતિ આવેદન 200 પાઉન્ડ પર લાગુ કરવામાં આવ્યું હતું. 2018માં તે બેગણું થઇને 400 પાઉન્ડ થઇ ગયું અને 2020માં વધીને 624 પાઉન્ડ થયું હતું.