Site icon Revoi.in

કોરોનાના વધતા કેસથી બ્રિટનની હાલત વધારે ખરાબ

Social Share

દિલ્હી: વિશ્વમાં કોરોનાવાયરસના અત્યારે જો સૌથી વધારે કેસ વધતા હોય તો તે છે બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા. આ દેશોમાં નવા વેરિયન્ટની અસર વધારે જોવા મળી છે તેના કારણે લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે. જે રીતે કોરોનાવાયરસના કેસ આ દેશોમાં વધી રહ્યા છે તે બતાવે છે કે દેશની હેલ્થ સિસ્ટમ કેટલી કમજોર છે અને કેવી રીતે વેક્સિન પણ અસરકારક સાબિત થતી નથી.

વધુ જાણકારી અનુસાર ઉત્તર આયરલેન્ડમાં પણ નાઈટ ક્લબને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઈનડોર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોમવારથી ઘરની અંદર યોજાનારા કાર્યક્રમોમાં 10 લોકોથી વધારે લોકોને સામેલ થવાની પરવાનગી નહીં હોય.

ક્રિસમસ અને બોક્સિંગ ડે વીકેન્ડમાં કોરોના વાયરસના દૈનિક આંકડા નથી બતાવવામાં આવી રહ્યા પણ શુક્રવારે બ્રિટેનમાં 1,22,186 કેસ નોંધાયા. તેની વચ્ચે એક અહેવાલ મુજબ બ્રિટેનના સૌથી વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકારોમાંથી એકની પર ખોટા આંકડા રજૂ કરવાનો આરોપ લાગ્યો છે. જેને કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંભવિત જોખમને વધારી દીધું છે.

ઉલ્લેખનીય છે કે,બ્રિટનમાં કોરોના વધવા પાછળના અનેક કારણો હોઈ શકે છે કારણ કે મોટી સંખ્યામાં વેક્સિનેશન કર્યા પછી પણ લોકો દ્વારા કેટલાક પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી તેના કારણે લોકોને કોરોનાથી સંક્રમિત થવું પડે છે.