Site icon Revoi.in

બ્રિટન બન્યુ કોરોના હોટસ્પોટ -સતત ત્રીજા દિવસે નોંધાયેલા કેસની સંખ્યા 90 હજારને પાર, ભારતે પણ પોતાના નાગરિકોને ચેતવ્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર  ફરી એક વખત વર્તાઈ રહ્યો છે ત્યારે વિશ્વભરમાં બ્રિટન હવે કોરોનાનું હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે,આ સાથે જ કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ યુરોપ સહિત વિશ્વના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. બ્રિટનમાં કોરોનાએ સતત ત્રીજા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્રિટિશ સરકારો જૈરી કરેલા આંકડાઓ પ્રમાણે વિતેલા દિવસને શુક્રવારના રોજ અંહી 93 હજાર 45 નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ આ સમયગાળા દરમિયાન કુલ 111 પર મૃ્યુઆકં પહોચ્યો છે,ઉલ્લેખનીય છએ કે અહીં એક દિવસ પહેલા 88 હજાર કેસ નોંધાયા હતા. તાજેતરના આંકડાઓ પર જો નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 11 મિલિયનને વટાવી ચૂકી  છે. તે જ સમયે, મહામારીને કારણે 1 લાખ 47 હજાર  લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી છે.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને આ બાબતને લઈને માહિતી આપી છે તેમણે કહ્યું કે ઓમિક્રોન હવે દેશમાં નવા સંક્રમણનું મુખ્ય કારણ બની ગયું છે. મેં એક અઠવાડિયા પહેલા જે સુનામીની ચેતવણી આપી હતી તે હવે આપણ પર વાર કરી રહી છે. વેલ્સના નેતા માર્ક ડ્રેકફોર્ડે લોકોને ઓમિક્રોનની મહામારી માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું છે. આ સાથે 26 ડિસેમ્બર પછી દેશમાં નાઈટક્લબો બંધ કરવાના પણ આદેશ જારી કરવામાં આવ્યો છે.

બ્રિટનના સ્થિતિ જોતા ભારતે પણ પોતાના નાગરિકોને સૂચના આપી

આ સાથે જ ચિંતાના માહોલ વચ્ચે ભારતમાં, કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે અત્યાર સુધીમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન સ્વરૂપના કોરોના વાયરસના 101 કેસ મળી આવ્યા છે. સરકારે કહ્યું કે ઓમિક્રોન ફોર્મ યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવાની જરૂર છે. તેમણે કહ્યું કે મોટા પાયે સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી કોવિડ સંક્રમણના દૈનિક કેસ 10 હજારથી ઓછા છે, પરંતુ ઓમિક્રોન સ્વરૂપમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની જરૂર છે.