- બ્રિટનની વેક્સિન બીજા તબક્કે પહોંચી
- 18 થી 75 વર્ષના 105 લોકો પર કરાશે ટ્રાયલ
- દરેક સહભાગીઓનું થશે શારિરીક પરિક્ષણ
- લંડનની ઈમ્પિરિયલ કોલેજે બનાવી છે આ વેકસિન
- પ્રથમ તબક્કે વેક્સિનનું સફળ પરિક્ષણ થવાનો દાવો છે
સમગ્ર વિશ્વમાં કરોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક દેશોના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ કોરોનાની વેક્સિન બવાનના પાછળ લાગી હ્યા છે,જેમાં કેટલાક દેશોને થોડે અંશે સફળતા મળી છે,થોડા દિવસ પહેલા જ બ્રિટનમાં કોરોનાની વેક્સિનનું પરિક્ષણ માનવજાત પર કરવામાં આવ્યું હતું,ત્યારે હવે આ બ્રિટનની વેક્સિન માનવ પરિક્ષણના બીજા તબક્કામાં પહોંચી ચૂકી છે.
લંડનની ઈમ્પિરિયલ કોલેજ મારફત વિક્સિત પામેલી કોરોના વાયરસ વેક્સિન હવે હ્યૂમન ટ્રાયલના બીજા તબક્કે આગળ વધી છે.આ પહેલા અનેક નિષ્ણાંતોએ એવો દાવો પણ કર્યો હતો કે આ વેક્સિનનું પ્રથમ વખત કરવામાં આવેલ માનવ પરિક્ષણ ખુબ જ સફળ રહ્યું હતું,
લંડનની વેક્સિનની આ ટ્રાયલનો બીજો તબક્કો હશે જેમાં હવે 18 વર્ષથી ઉમરનાથી લઈને 75 વર્ષની આયુ ધરાવતા કુલ 105 લોકોને તેનો ડોઝ આપવામાં આવશે,ત્યાર બાદના 4 અઠવાડીયા પછી તે તમામા લોકોને બૂસ્ટર ડોઝ અપાશે, ઈન્પિરિયલ કોલેજની ટીમ ક્લીનિકલ ટ્રાયલ માટે આગળ આવનારા તમામ લોકોના સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન આપી રહી છે,તેમના અનેક પ્રકારના બેઝિકથી લઈને મહત્વના ટેસ્ટ કરાવવામાં આવી ચૂક્યા છે.જે હેઠળ જાણી શકાય કે તેઓ શારિરીક અને માનસીક રીતે આ વેક્સિનના ટ્રાયલ માટે કેટલા પ્રમાણમાં સક્ષમ છે.
આ વેકિસન બાબતે અનેક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ,અત્યાર સુધી આ રસીની કોઈ પણ ખરાબ અસર માવન પર વર્તાઈ નથી,આ સાથે જ તમામ ટ્રાયલ કરવામાં આવતા લોકોના લોહીનુ પરિક્ષણ પણ કરવામાં આવશે,આ સમગ્ર વેક્સિનમાં ભાગ આપનારા નિષ્ણાંતોનું આ રસી બાબતે કહેવું છે કે,જો આ બીજો તબક્કો માનવ ટ્રાયલનો સફળ રહેશે તો તેને આવનારા નવેમ્બર મહિનામાં ત્રીજા તબક્કે પરિક્ષણ કરવામાં આવી શકે છે.
આ સમગ્ર સમયગાળા દરમિયાન અંદાજે 6 હજાર જેટલા માનવ પર આ પરિક્ષણ કરવાની યોજના છે,નિષ્ણાંતોના જણઆવ્યા અનુસાર આ વેક્સિન દરેક તબક્કે સફળ સાબિત થશે તો વર્ષ 2021મા પ્રોડક્શન માટે આ વેક્સિનને રેડી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિશ્વના જુદા જુદા દેશો દ્રારા આવી અનેક રસીઓ બનાવવામાં આવી રહી છે,હાલ 13 જેટલી વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના તબક્કે પહોંચી છે,જેમાં ચીન,બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વેક્સિનનો સમાવેશ થાય છે.
સાહીન-