દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા બાદ દેશ રોકેટની ગતિએ પ્રગતિ પર પ્રગતિ કરી રહ્યો છે દેશના અનેક ક્ષેત્રમાં સુઘારાઓ આવ્યા છે ત્યારે હવે પીએમ મોદીના આ સતત પ્રયત્ન અને તેના સકારાત્મક પરિણામની પ્રસંશા બ્રિટિશ મીડિયાએ પણ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોના વખાણ કર્યા છે. બ્રિટનના અખબાર ધ ટેલિગ્રાફે લખ્યું છે કે વડાપ્રધાન મોદીના શાસનમાં રાજકીય સ્થિરતાના કારણે ભારત કાયદાકીય સુધારા, મૂળભૂત કલ્યાણ યોજનાઓમાં સુધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પીએમ ોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ પોતાની સફળ ઈમેજ બનાવામાં સફળ સાબિત થયા છે અને તેના કારણે જ આજે તેમના કાર્યો થકી તેઓ લોકોના લોકચાહિતા પણ બન્યા છે.
બ્રિટિશ મીડિયાનું કહેવું છે કે ભારતમાં શક્યતાઓ છે, પરંતુ કેટલાક પડકારો પણ છે. આવી સ્થિતિમાં, પીએમ મોદીના નેતૃત્વમાં, ભારતે મોટા લક્ષ્યો નક્કી કર્યા છે અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ મીડિયાએ ચંદ્રયાનની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો છે. એર ઈન્ડિયા દ્વારા એરબસ અને બોઈંગને આપવામાં આવેલા રેકોર્ડ 470 એરક્રાફ્ટના ઓર્ડરનો ઉલ્લેખ કરતા લેખમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની રાજધાનીઓમાં પીએમ મોદી માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી રહી છે. IMFએ આગાહી કરી છે કે 2023 સુધી અને આગામી પાંચ વર્ષ સુધી ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
વઘુમાં કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજકીય સ્થિરતા ન્યૂ ઈન્ડિયા રિપોર્ટને રોકેટ-ઈંધણ આપી રહી છે પીએમ મોદી અઁગે બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફે લખ્યું છે કે વડાપ્રધાન મોદીના શાસનમાં રાજકીય સ્થિરતાના કારણે ભારત કાયદાકીય સુધારા, મૂળભૂત કલ્યાણ યોજનાઓમાં સુધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં સફળ રહ્યું છે. આ આર્ટિકલ બ્રિટિશના જાણીતા લેખક બેન રાઈટે દ્રારા છાપવામાં આવ્યો છે.
તેમણે રાજકરણની બાબતનો ઉલલ્એખ કરતા લખ્યું છે કે વિવાદોથી ઘેરાયેલું રાજકારણ હોવા છતાં, ભારત તેના ભૌગોલિક ફાયદાઓ અને ડિજિટલ કૌશલ્યની વિશાળ સંભાવનાઓ દ્વારા આગળ વધી રહ્યું છે. ભારતમાં ક્ષમતા છે, પરંતુ કેટલાક પડકારો પણ છે. આવી સ્થિતિમાં, પીએમ મોદીના નેતૃત્વમાં, ભારતે મોટા લક્ષ્યો નક્કી કર્યા છે અને તેને પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ શ્રેણીમાં, લેખમાં એપલના બોસ ટિમ કૂકની પોતે આવીને મુંબઈ અને દિલ્હીમાં પ્રથમ બે રિટેલ આઉટલેટ ખોલવાની અને એપલ માટે આઈફોન બનાવતી તાઈવાની કંપની ફોક્સકોમની કર્ણાટકમાં ફેક્ટરી શરૂ કરવાની યોજનાનો પણ ઉલ્લેખ છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદીે જે રીતે દેશમાં અનેક પરિસ્થિતિનો સામનો કરીને દેશની અર્થવ્યવસ્થાને વેગ આપ્યો છે તે રીતે વિશ્વના દેશો પીએમ મોદીની પ્રસંશા કરવા મજબૂર બન્યા છે.