કોરોનાના ભારતીય વેરિયન્ટથી યુનાઈટેડ કિંગડમ પણ ચીંતીત, 50+ ઉંમર વાળાને જલ્દી વેક્સિન લગાવવાનો પ્રયાસ થશે
- યુકેમાં ભારતીય કોરોના વેરિયન્ટથી લોકોમાં ભય
- યુકે પ્રશાસને વ્યક્ત કરી ચીંતા
- યુકેમાં 50+ ઉંમરવાળાને જલ્દી વેક્સિન આપવાનો પ્રયાસ
દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા દેશને ફરીવાર શરૂ કરવામાં આવતા પહેલા ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું કે ભારતમાં જોવા મળતા કોરોના વેરિયન્ટના કારણે આપણે પણ દેશમાં વધારે સાવધાની દાખવવી પડશે. ઈંગ્લેન્ડ પહેલાથી જ ગણતરી મુજબ સોમવારે શરૂ થવા જઈ રહ્યું છે.
બોરિશ જોન્સન દ્વારા કહેવામાં આવ્યું કે આપણે રોડમેપ બનાવવામાં વધારે સમય લગાડવો જોઈએ નહી. આ નવો વેરિયન્ટ આપણી પ્રગતિમાં મુશ્કેલી ઉભી કરી શકે છે, પરંતુ જનતાની સુરક્ષિત રાખવા માટે જે પગલા લેવામાં આવા જોઈએ તે લેવામાં આવશે.
આ બાબતે યુકેના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોરોનાનો B1.617.2 વેરિયન્ટ ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડમાં અને લંડનમાં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સંક્રમણને રોકવા માટે 50થી વધુ ઉંમરના નાગરિકોને ફટાફટ વેક્સિન આપવાની તૈયારી કરવામાં આવશે. અધિકારીઓના કહેવા મુજબ એક અઠવાડિયામાં સંક્રમિતોની સંખ્યા 520થી વધીને 1313 થઈ ગઈ છે.
પીએમ જોન્સને કહ્યું કે સરકાર આગળનું પગલુ ભરે તે પહેલા તમામ પાસાઓની તપાસ કરી રહી છે. જો કે આ બાબતે વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ભારતીય વેરિયન્ટ ઘાતક તો છે પરંતુ કેટલો ઘાતક છે તેના વિશે પુરી જાણ થઈ શકી નથી.