બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઈબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધ્યું,જાણો શું છે તેના લક્ષણો
- બ્રિટનમાં કોરોના વચ્ચે નવી આફત
- ઈબોલા જેવા ‘લાસા ફીવર’થી લોકોના મોત
- જાણો શું છે તેના લક્ષણો
દિલ્હી:બ્રિટનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે ઇબોલા જેવા લાસા ફીવરનું જોખમ વધી રહ્યું છે.બ્રિટનમાં સંક્રમિત થતા ત્રીજા વ્યક્તિનું મૃત્યુ થયું થઇ રહ્યું છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ પણ તેના ઘણા કેસોની પુષ્ટિ કર્યા પછી નવા મૃત્યુ વિશે માહિતી આપી.પૂર્વી ઈંગ્લેન્ડમાં એક પરિવાર પશ્ચિમ આફ્રિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ ત્રણ લોકોને ચેપ લાગ્યો છે.બેડફોર્ડશાયર હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા ટ્રસ્ટના એક દર્દીના દુઃખદ મૃત્યુની પુષ્ટિ કરીએ છીએ જેને લાસા ફીવર હોવાનું નિદાન થયું હતું. અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
તેમણે કહ્યું, ‘અમે દર્દીના પરિવારને સમર્થન આપવાનું ચાલુ રાખીશું અને અમારો સ્ટાફ યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના સાથીદારો સાથે મળીને કામ કરી રહ્યો છે.જેથી તેને વધુ સારી રીતે શોધી શકાય.’ UKHSA એ કહ્યું કે,સામાન્ય લોકો માટે જોખમ હજુ પણ ઘણું ઓછું છે. લાસા ફીવર એ એક તીવ્ર વાયરલ રોગ છે, જે આંતરિક રક્તસ્રાવનું કારણ બની શકે છે અને બહુવિધ અવયવોને અસર કરી શકે છે.લોકો સામાન્ય રીતે ઉંદરના પેશાબ અથવા મળના સંપર્કમાં આવેલા ખોરાક અથવા વસ્તુઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઇ જાય છે.પરંતુ આ સંક્રમિત વ્યક્તિના પેશાબ અથવા પરસેવો પણ ફેલાવી શકે છે.
તે વાયરલ ઇબોલાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.પરંતુ તે એટલું જીવલેણ નથી અને ચેપી પણ નથી. જેને (ઇબોલા) પશ્ચિમ આફ્રિકાના ઘણા દેશોમાં સ્થાનિક જાહેર કરવામાં આવ્યો હતો.કેટલાક લોકો લાસા ફીવરથી સંક્રમિત થયા પછી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે,જ્યારે કેટલાક ખૂબ જ બીમાર થઈ જાય છે.તે ઉત્તર નાઇજીરીયાના લાસા શહેરમાં ઉદ્દભવ્યું હતું.જે બાદ તાવને આના નામ પર લાસા નામ મળ્યું. રોગનો ચેપ લાગ્યા પછી લક્ષણો દેખાવા માટે 21 દિવસનો સમય લાગે છે અને તે ચેપગ્રસ્ત શરીરમાંથી નીકળતા પ્રવાહી દ્વારા ફેલાય છે.
લાસા ફીવરના મોટાભાગના કેસોમાં દર્દીમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ આ રોગના લક્ષણોમાં તાવ, થાક, ઉબકા, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ગળામાં દુખાવોનો સમાવેશ થાય છે. યુકેએચએસએના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. સુઝાન હોપકિન્સે જણાવ્યું હતું કે, “આ કેસ એક જ પરિવારમાં જોવા મળ્યો છે અને તે પશ્ચિમ આફ્રિકાની તાજેતરની મુલાકાત સાથે સંબંધિત છે.યુકેમાં લાસા ફીવરના કેસો ખૂબ જ ઓછા જોવા મળે છે અને લોકો વચ્ચે સરળતાથી ફેલાતા નથી. એકંદરે લોકો માટેનો ખતરો ઘણો ઓછો છે.