બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેને બુકર પુરસ્કાર મળ્યો
- અવકાશ પર આધારિત પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે મળ્યો પુરસ્કાર
- ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ક્રૂની વાર્તા છે
- 2019 પછી આ એવોર્ડ જીતનાર સામંથા હાર્વે પ્રથમ મહિલા
બ્રિટિશ લેખિકા સામંથા હાર્વેએ વર્ષ 2024 માટે બુકર પુરસ્કાર જીત્યો છે. આ એવોર્ડ તેમને અવકાશ પર આધારિત તેમની પ્રથમ નવલકથા ઓર્બિટલ માટે આપવામાં આવ્યો હતો. ઓર્બિટલ એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓના ક્રૂની વાર્તા છે, જે વિશ્વને એક અલગ દ્રષ્ટિકોણથી દર્શાવે છે. તે બ્રિટનમાં સૌથી વધુ વેચાતું પુસ્તક છે.
ગઈકાલે સાંજે લંડનના ઓલ્ડ બિલિંગ્સ ગેટમાં એક સમારોહમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. 2019 પછી આ એવોર્ડ જીતનાર સામંથા હાર્વે પ્રથમ મહિલા છે. આ માટે તેમને 50 હજાર પાઉન્ડ મળશે. લેખિકાએ આ એવોર્ડ પૃથ્વી અને શાંતિ માટે કામ કરતા તમામ લોકોને સમર્પિત કર્યો છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati British author Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Samantha Harvey Taja Samachar viral news won the Booker Prize