- અંગ્રેજોએ ભારતમાં ચલાવ્યું હતું લૂંટતંત્ર
- અંગ્રેજો 200 વર્ષમાં 45 ટ્રિલિયન લૂંટી ગયા
- આઝાદીના 78 વર્ષે ભારતીય ઈકોનોમી 5 ટ્રિલિયન ડોલર પર
ભારત 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઈખોનોમી બનવા માટે પુરું જોર લગાવી રહ્યું છે. જો કામિયાબ રહેશે તો આઝાદ ભારતને અહીં સુધી પહોંચવામાં 78 વર્ષ લાગશે. પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તેના નવ ગણા એટલે કે 45 ટ્રિલિયન ડોલર તો આપણા દેશમાંથી અંગ્રેજો 200 વર્ષોમાં લૂંટીને લઈ ગયા છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે તાજેતરમાં અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન હેરાન કરનારા આ આંકડા સામે રજૂ કર્યા છે. બ્રિટિશ રાજમાં ભારતને પહોંચાડવામાં આવેલા ભારે નુકસાનની ચર્ચા કરતા યાદ અપાવવામાં આવ્યું છે કે કેવી રીતે દેશના દરેક ક્ષેત્રને અંગ્રેજોના અત્યાચારનો સામનો કરવો પડયો છે. આમાથી બહાર નીકળતા ઘણી પેઢીઓ વીતી ગઈ. તેમણે વોશિંગ્ટનમાં આયોજીત અટલાન્ટિક કાઉન્સિલના કાર્યક્રમ દરમિયાન આ વાત કહી છે.
જયશંકરે ભારતમાં 200 વર્ષો સુધી ચાલનારા બ્રિટિશ રાજમાંથી દેશને થયેલા અન્ય નુકસાનો સાથે નાણાંકીય ખાદ્યને હાઈલાઈટ કરી. તેમણે કહ્યુ કે બ્રિટિશ લૂંટારા 18મી સદીના મધ્યમાં ભારતમાં ઘૂસ્યા હતા. એક અર્થશાસ્ત્રી દ્વારા ગણવામાં આવેલા આંકડા પ્રમાણે, બ્રિટિશ ભારતમાંથી 45 ટ્રિલિયન એટલે કે 45 લાખ કરોડ ડોલર લૂંટી લેવામાં આવ્યા છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે જે અર્થશાસ્ત્રીઓનો ઉલ્લેખ કર્યો છે, તેનું નામ ઉત્સા પટનાયક છે. જેએનયુમાં ભણાવીને રિટાયર થઈ ચુકેલા માર્ક્સવાદી અર્થશાસ્ત્રી ઉત્સા પટનાયકે કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રકાશિત એક લેખમાં આ આંકડાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે અંગ્રેજોએ ભારતમાં જે લૂંટ મચાવી છે, તેના કારણે દેશ અત્યાર સુધી ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે જો આ ધન દેશમાં જ રહેત, તો ભારત આજે વિકસિત હોત. તેમણે કહ્યુ હતુ કે બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં પ્રતિ વ્યક્તિ આવક વધી જ શકી નથી.
આના પહેલા કેન્દ્રીય પ્રધાન શશી થરુર પણ આ તરફ લોકોનું ધ્યાન ખેંચી ચુક્યા છે. થરુરે પોતાના પુસ્તક ઈનગ્લોરિયસ એમ્પાયરમાં બ્રિટનના તત્કાલિન વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલને નરસંહારક તાનાશાહ ગણાવ્યા હતા. એબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે બ્રિટિશ ભલે ચર્ચિલને આઝાદી અને લોકશાહીના મસીહા તરીકે જોતા હોય, પરંતુ તે 20મી સદીના કોઈ અન્ય ક્રૂર તાનાશાહથી અલગ ન હતા.
થરુરે ઓક્સફોર્ડ યૂનિયનમાં આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે બ્રિટિશ રાજનો શરૂઆતનો સમય ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ વૈશ્વિક ઈકોનોમીના 23 ટકા હતો અને જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી મળી તો આ માત્ર 4 ટકા રહી ગઈ હતી. તેમણે કહ્યુ હતુ કે બ્રિટનનું ઔદ્યોગીકરણ ભારતના ડી-ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન પર આધારીત હતું. બ્રિટિશ ભારતમાંથી કાચામાલને લઈ જતા હતા અને પોતાના દેશમાં કપડા બનાવીને આખી દુનિયામાં તેને વેચીને ધન કમાતા હતા.