Site icon Revoi.in

બ્રિટીશ મહિલા સાંસદનો આક્ષેપ, મુસ્લિમ હોવાના કારણે મંત્રીપદ છીનવાયું

Social Share

દિલ્હી: કેટલાક અસામાજિક તત્વોને કારણે ક્યારેક એક ધર્મના તમામ લોકોને હેરાન પરેશાન થવું પડતુ હોય છે. આ વાતથી તો અત્યારના સમયમાં સૌ કોઈ જાણકાર છે ત્યારે આવામાં બ્રિટીશ મહિલા સાંસદ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે જેમા તેમણે કહ્યું કે તેઓને મુસ્લિમ હોવાના કારણે તેમને વર્ષ 2020માં પરિવહનમંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા.

હાલ આ આક્ષેપને સરકારના ચીફ વ્હીપ એટલે કે સરકારના એજન્ડા અંગે સાંસદોને માહિતગાર કરનારા પદાધિકારી માર્ક સ્પેન્સરે નકાર્યો છે અને કહ્યું છે કે આ અંગે કોઇ સત્તાવાર ફરિયાદ મળી નથી.

નુસરત ગનીએ મીડિયાને આપેલા નિવેદન પ્રમાણે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી બેઠકમાં વ્હીપ જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેમના મુસ્લિમ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે તેઓ એક મંત્રી મુસ્લિમ મહિલા હોવાના કારણે સહકર્મીઓ અહસજતા અનુભવે છે.

નુસરત ગનીના જ કન્ઝર્વેટિવ પક્ષના સાસંદ અને વેકિસન મંત્રી નાદીમ જાહવીએ આ મુદ્દે ટ્વિટ કરી કહ્યું છે કે અમારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઇસ્લામોફોબિયા કે કોઇ પ્રકારના વંશવાદ માટે થોડી પણ જગ્યા નથી. આ મુદ્દે તપાસ થવી જોઇએ અને જો વંશવાદનો મુદ્દો હોય તો તેને નાબૂદ કરવા પગલાં લેવામાં આવવા જોઇએ. ચીપ વ્હીપ એટલે કે સરકારના એજન્ડા અંગે સાંસદોને એકત્ર કરનારા પદાધિકારી માર્ક સ્પેન્સરે આ દાવો નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે નુસરત નગીએ આ અંગે ક્યારેય સત્તાવાર ફરિયાદ કરી નથી.