- યુપીના કૌશામ્બી જિલ્લામાં હિંદુ દલિત સગીરા પર ગેંગરેપ
- ઈદગાહ નજીક ત્રણ મુસ્લિમ શખ્સો દ્વારા ગેંગરેપનો આરોપ
- ત્રણમાંથી એક આરોપી ઝડપાયો, બે આરોપીઓ ફરાર
લખનૌ: 16 વર્ષીય હિંદુ દલિત સગીરા સાથે ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં શનિવારે ત્રણ મુસ્લિમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકથી એક આરોપીને ગ્રામજનોને ઝડપી પાડયો અને અન્ય બે ફરાર થયા હતા. બાદમાં ગ્રામજનો દ્વારા પોલીસસ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ગ્રામજનોનો આરોપ હતો કે સગીરાના પરિવાર સાથે પોલીસે ગેરવર્તન કર્યુ છે.
હિંદુ દલિત સગીરા બાજુના ગામમાં આવેલી ઈદગાહની નજીક ઘાસ કારવા માટે ગઈ હતી. ત્યારે ત્રણેય મુસ્લિમ શખ્સો હિંદુ દલિત સગીરાને નજીકની અવાવરું જગ્યા પર લઈ ગયા અને ત્યાં એક પછી એક સગીરા પર બળાત્કાર કર્યો હતો. તેમણે પોતાના જઘન્ય ગુનાનો વીડિયો પણ ઉતાર્યો હતો અને તેને સોશયલ મીડિયામાં અપલોડ કરવાની નફ્ફટાઈ પણ દર્શાવી હતી. બળાત્કાર બાદ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોંઢુ બંધ રાખવા માટે ચેતવણી પણ આપી હતી.
ન્યૂઝવેબસાઈઈટ બ્રેકિંગટ્યૂબ ડોટ કૉમ પ્રમાણે, ખૂબ જ ઘૃણા ઉપજાવતા વીડિયોમાં સગીરા બળાત્કારનો ગુનો કરનારા ત્રણેય આરોપી શખ્સોને વિનવણી કરતી દેખાઈ રહી છે. તે એમ કહેતા પણ સંભળાય છે કે ભૈયા, મહેરબાની કરીને તમારા અલ્લાહ માટે મને છોડી દો. પરંતુ હિંદુ દલિત સગીરાની પોતાને છોડી દેવાની વિનવણીની ત્રણેય હવસખોરો પર કોઈ અસર થઈ ન હતી.
આ ગેંગરેપના ત્રણેય આરોપીની ઓળખ થઈ ચુકી છે. જેમાં બે આરોપીઓ મોહમ્મદ છોટકા અને મોહમ્મદ બડકા અને ત્રીજો આરોપી મોહમ્મદ નઝીમ હોવાનું સામે આવ્યું છે. પીડિત સગીરાની બૂમરાણ સાંભળ્યા બાદ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ભાગતા નઝીમને ઝડપી પાડ્યો હતો. જો કે બાકીના બે આરોપી ભાગી ગયા હતા. નઝીમને માર માર્યા બાદ ગ્રામજનોએ તેની પોલીસને સોંપણી કરી હતી.
એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે પીડિતાના પિતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે ગયા હતા, ત્યારે તેમની સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું. પીડિતાના પરિવાર સાથેના ગેરવર્તનના આરોપો મામલે એએસઆઈ દીપક ગુપ્તા અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ શરૂ કરવામાં આવી છે. તેમને બંનેને પોલીસ લાઈન ખાતે વિલંબિત તપાસ માટે હાજર થવાનું ફરમાન કરાયું છે. આ ઘટનાના મામલે એસએચઓ મનિષ પાંડે સામે અલગ તપાસ શરૂ કરવામાં આવી છે.
ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે પાંચ ટુકડીઓ બનાવી હતી. ડીઆઈજી રેન્જ કે. પી. સિંહ અને એડીજી પ્રયાગરાજ સુજીત પાંડે રવિવારે ગામની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પીડિતાના પરિવાર સાથે વાતચીત કરી હતી.