અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે હાલ એએમટીએસ, અને બીઆરટીએસની બસ સેવા બંધ છે. બીજીબાજુ રાત્રે 8 વાગ્યે શહેરમાં કરફ્યુનો અમલ શરૂ થઈ જતો હોવાથી સામજના સમયે શહેરના તમામ માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આથી શહેરના મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જ્યાં સુધી બીઆરટીએસ બસ સેવા બંધ છે ત્યાં સુધી તમામ વાહનચાલકો બીઆરટીએસનો ઉપયોગ કરી શકશે.ટ્રાફિકમાં સરળતા રહે તે માટે હાલ પુરતા બીઆરટીએસના કોરિડોરનો જનતા પયોગ કરી શકશે.
શહેરના મેયર કિરીટ પરમાર, તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે માહિતી આપતા જણાવ્યુ હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી બીઆરટીએસ બસ સેવા બંધ છે ત્યાં સુધી તમામ વાહનચાલકો બીઆરટીએસનો ઉપયોગ કરી શકશે.ટ્રાફિકમાં સરળતા રહે તે માટે હાલ પુરતા બીઆરટીએસના કોરિડોરનો જનતા પયોગ કરી શકશે. આ નિર્ણયથી ટ્રાફિકથી ભરચક રહેતા માર્ગો પર વાહનચાલકો બીઆરટીએસ કોરીડોરનો ઉપયોગ કરી શકશે.