Site icon Revoi.in

ગુજરાતમાં BS-6 એન્જિનના વાહનોમાં હવે બહારથી CNG કિટ નંખાવી શકાશે, સરકારે આપી મંજુરી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. પહેલા પોતાની પાસે કાર હોય તો સ્ટેટ્સ ગણાતું હતું પરંતુ હવે તો જરૂરિયાત બની ગઈ છે. પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા પુરતી ન હોવાથી હવે મોટાભાગના લોકો કાર ખરીદી રહ્યા છે. એમાં બેન્કો પણ સરળતાથી લોન આપતી હોવાથી મધ્યમ વર્ગના મોટાભાગના પરિવારો પાસે કાર છે, પણ પેટ્રોલના વધતા જતા ભાવને કારણે પેટ્રોલ કાર મધ્યમવર્ગને પરવડી શકે તેમ નથી. એટલે જુની કાર લઈને સીએનજીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોય છે. જ્યારે ઘણા લોકો નવી કાર ખરીદીને બહારથી સીએનજી કિટ્સ ફિટ કરાવી લેવાનું નક્કી કરતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકારે બી એસ-6 એન્જિનની કારમાં બહારથી સીઅનજી કિટ ફિટ કરાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. એટલે સીએનજી ફિટેડ કંપનીમાંથી કાર ખરીદવામાં આવી હોય તો મંજુરી આપવામાં આવતી હતી. આથી ઘણાબધા કારના માલિકો પોતાની કારમાં સીએનજી કિટ્સ ફિટ કરાવી શકતા નહતા.આ મામલે કેન્દ્ર સરકારમાં પણ રજુઆત કરવામાં આવી હતી આખરે કેન્દ્ર સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. હવે કારના બીએસ-6 એન્જિનમાં ખરીદનારાઓ બહારથી પણ સીએનજી કિટ ફિટ કરાવીને તેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. બીએસ-6 એન્જિનમાં સીએનજી કિટ મુદ્દે અઠવાડિયા અગાઉ જ કેન્દ્ર સરકારના ટ્રાન્સ્પોર્ટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  હવાનું પ્રદૂષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બીએસ-4 એન્જિનને બંધ કરાવી દઇને બીએસ-6 એન્જિન શરૂ કરાયાં હતાં. બીએસ-6 એન્જિનવાળી ગાડીઓમાં ડાયરેક્ટ જ કંપનીમાંથી ફિટ થયેલી સીએનજી કિટ આવતી હતી. જો કે, વાહન ધારકો બહારથી સીએનજી કિટ ફિટ કરાવી શકતા ન હતા. આ માટે 2019 બાદ વારંવાર સીએનજી કિટ વેચતા વેપારીઓએ રજૂઆત કરીને બીએસ-6 એન્જિનમાં પણ સીએનજી કિટને ફિટ કરવાની મંજૂરી માંગી હતી. અઠવાડિયા અગાઉ કેન્દ્ર સરકારે આ અંગે મંજૂરી આપી હતી. કહેવાય છે. કે,  લિમિટેડ કારના મોડલમાં જ આ મંજૂરી અપાઇ છે, જેથી આગામી દિવસોમાં આરટીઓમાં નોંધણી થઇ શકશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં બીએસ-6ના વાહનોમાં અઠવાડિયામાં જ સીએનજી કિટ્સ અગે આરટીઓની મંજુરી મળી જશે.