ભારતીય શેર બજારમાં તેજીમાં બ્રેક, બીએસઈ અને એનએસઈમાં ઘટાડો
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલી તેજીની આગેકૂચ પર આજે બ્રેક લાગી છે. તેમજ ભારતીય શેરબજારના બંને સૂચકાંકો આજે ઘટાડા સાથે બંધ થયા હતા. મુંબઇ શેરબજારના સૂચકાંક સેન્સેક્સ 415 આંકના ઘટાડા સાથે 62 હજાર 868 અંક પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી 116 અંકના ઘટાડા સાથે 18 હજાર 696 આંક પર બંધ રહ્યો હતો. કારોબારના અંતે રિયાલિટી અને મેટલ સિવાયના તમામ સેક્ટર્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા.
ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીને પગલે માર્કેટ તુડ્યું હોવાનું મનાઈ રહ્યું છે. બીએસઈ અને એનએસીમાં ઘટાડાને પગલે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયાં હતા. જો કે, હવે સોમવારે મારફતે તેજી સાથે ખુલે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.