તેજી સાથે શરૂઆત બાદ BSEમાં 733 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયાં
મુંબઈઃ સારી શરૂઆત બાદ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ 732.96 (0.98 ટકા) પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 172.33 એટલે કે 0.76 ટકા ઘટાડા સાથે 22,475.85 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં મજબુતી જોવા મળી હતી. જો કે, બાદમાં બીએસઈ અને એનએસસીમાં લાલ નિશાનમાં જોવા મળ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, એચડીએફસી બેંક, ભારતીય એરટેલના સ્ટોકમાં ભારે ઘટાડો આવ્યો છે. જેની અસર ભારતીય માર્કેટ ઉપર જોવા મળી હતી.
ભારતીય શેરબજારમાં ઘટાડાને પગલે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ લગભગ 4.25 લાખ કરોડ જેટલું ઘટ્યું હતું. રોકાણકારોને લગભગ ચાર લાખ કરોડનું નુકશાન થયાનું જાણવા મળે છે. આ ઘટાડો માત્ર ભારત પુરતો મર્યાદીત નથી. એશિયાના તમામ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનું નિક્કેઈ, ચીનનું શાંઘાઈ કમ્પોજિટ અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ઘટાડો આવ્યો છે.
ભારતીય શેરબજાર સપ્તાહના અંતે ઓલટાઈમ હાઈ સપાટીએ ખૂલ્યું હતું, જેમાં નિફ્ટીએ ટ્રેડિંગની શરૂઆતમાં 22,787 પોઈન્ટની નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી હતી. જો કે, સેન્સેક્સ તેની ઉચ્ચ સપાટીથી થોડા પોઈન્ટ દૂર રહ્યું હતું.. BSE સેન્સેક્સ 48 પોઈન્ટ ઘટીને 74,562 પર અને નિફ્ટી 15 પોઈન્ટ વધીને 22,660 પોઈન્ટ પર ટ્રેડ કરતી જોવા મળ્યું હતું. બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનવર્સ, સિપ્લા, કોલ ઈન્ડિયા, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પના શેર લીલા નિશાન પર તો, ઇન્ફોસિસ, કોટાક મહિન્દ્રા બેન્ક, બ્રિટાનિયા ફંડ, એચડીએફસી બેન્કના શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યું હતું.