- પંજાબ બોર્ડર પર વધતી ડ્રોન ઘુસણખોરીની ઘટનાઓ
- વિતેલી રાતે બીએસએફના જવાનોએ વધુ એક ડ્રોન તોડી પાડ્યું
ચંદિગઢઃ- દિવસેને દિવસે પંજાબ બોર્ડ પાસે પાકિસ્તાન દ્રાર ડ્રોન મોકલવાની ઘટનાઓ વધતી જઈ રહી છે,સતત અહી ડ્રોન દેખાતા હોય છે જો કે સેનાના જવાનો દ્રારા સખ્ત નજર રાખી આ પ્રકારના ડ્રોનને તોડી પાડવામાં આવે છે છેલ્લા એક મહિનામાં બીએસએફના જવાનોએ આ પ્રકારની ઘણી ઘુસણખોરી અટકાવી છે.
આજ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે.વિતેલી રાત્રે અંદાજે 9 વાગ્યેને 15 મિનિટે ભારત-પાકિસ્તાન સરહદના અમરકોટ સેક્ટરમાંથી પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાનો અવાજ સંભળાયો હતો. આ પછી બીએસએફ બોર્ડર પર તૈનાત હતા કે જેમણે તરત એક્શન લેતા કાર્યવાહી કરી હતી .
પ્રાપ્ત વિગત પ્રમાણે બીએસએફના જવાનોની 103 બટાલિયનની ટીમ એ તરત ડ્રોન સામે કાર્યવાહી કરી ,આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં ડી.એસ.પી. એ જણાવ્યું કે પોલીસ અને બીએસએફ એ શંકાસ્પદ વિસ્તારોને સીલ કરીને સરહદ નજીકના તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન અહીથી તોડી પાડવામાં આવેલું ડ્રોન મળી આવ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોન પાસેના એક ખેતરમાંથી મળી આવ્યું છે. આ સંદર્ભે વલતોહા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘુસ્યું હતું.આજરોજ શનિવારે સવારે પંજાબ પોલીસ અને બી.એસ.એફ. સર્ચ ઓપરેશન દરમિયાન ચીની બનાવટનું ડ્રોન મળી આવ્યું હતું