Site icon Revoi.in

PM મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ,ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા વધારાઈ

Social Share

અગરતલા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.આ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સની વધારાની તૈનાતી પણ કરવામાં આવી છે.વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.આ દરમિયાન તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવાના છે.પીએમ મોદી રાજધાની અગરતલામાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.

BSFના 120 બટાલિયન કમાન્ડન્ટ રત્નેશ કુમારે કહ્યું, “જ્યારે પણ VVIP લોકો મુલાકાત લે છે, ત્યારે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી વધારવામાં આવે છે.” વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન અગરતલાના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધશે.નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન સાથે, મહારાજા બીર બિક્રમ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં સામેલ થશે

નોંધપાત્ર વાત એ છે કે,ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લેશે.સીએમ દેવે કહ્યું કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. નવી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ રૂ. 3,400 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે.