Site icon Revoi.in

BSFએ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી છ પાકિસ્તાની યુવકોની કરી ઘરપકડ

Social Share

દિલ્હીઃ-બોર્ડર સિક્યુરિટી ફોર્સે શુક્રવારની સાંજે અંદાજે 5 વાગ્યા આસપાસ પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિસ્તારમાંથી છ પાકિસ્તાની યુવાનોની ધરપકડ કરી હતી.સુત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા તમામ લોકોની ઉંમર 20 થી 21 વર્ષની વચ્ચેની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છ યુવકોની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત ટીમ દ્વારા હા પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેમ કે તેઓ અજાણતાં સરહદ પર પહોંચ્યા છે કે પછી તેમનો કોઈ બીજો ઈરાદો  હતો.

તો બીજી તરફ બીએસએફના ઈન્સ્પેક્ટર જનરલ એન.એસ. જામવાલ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નાયબ રાજ્યપાલ મનોજ સિન્હાને મળ્યા અને તેમને આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પરિસ્થિતિથી માહિતગાર કર્યા.તેમણે રાજ્યપાલને પાકિસ્તાન સાથેની સરહદ પરના પડકારોના જોખમો પહોંચી વળવા  બીએસએફ દ્રારા લેવામાં આવેલા પગલાઓ અને સીમા સુર્કષા ગ્રિડ અંગે માહિતી આપી હતી

તેમણે કહ્યું કે જામવાલે લોકોના હિત માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફ ચોકીઓ અને વિસ્તારોમાં માર્ગ કનેક્ટિવિટી રાખવાની પણ વાત કરી હતી. અધિકારીએ જણાવ્યું કે તેમણે સિંહાને સ્થાનિક લોકો અને બીએસએફના જવાનો સાથે વાતચીત કરવા માટે સરહદી વિસ્તારોમાં પ્રવાસ માટે આમંત્રણ પણ આપ્યું છે.

સાહિન-