જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ – આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું
- જમ્મુમાં BSF એ શોધી કાઢી ગુપ્ત સુરંગ
- આ સુરંગ પાકિસ્તાન તરફથી બનાવામાં આવી હોવાની શંકા
- આતંકીઓનું અમરનાથ યાત્રા રોકવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ
શ્રીનગર – બોર્ડર સિક્યોરિટી ફોર્સ સતત દેશની રક્ષા માટે ખડે પગે રહે છે આવી સ્થિતિમાં તાજેતરમાં તેઓન મોટી સફળતા મળી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બીએસએફના જવાનોએ એ જમ્મુના સાંબા સેક્ટરમાં એક સુરંગ શોધી કાઢી છે.
આ ગુપ્જેત સુરંગ પાકિસ્તાન વતી બનાવવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.આી ઘટનાને મામલે બીએસએફનું માનવું છે કે પાકિસ્તાન અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે આ સુરંગ દ્વારા આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યું હોઈ શકે છે.. આ સુરંગ શોધીને BSFએ અમરનાથ યાત્રામાં વિક્ષેપ પાડવાની પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.
મળતી માહિતી મુજબ, આ ટનલ લગભગ 2 ફૂટ પહોળી જોવા મળી છે અને 21 માટી ભરેલી કોથળીઓ પણ નીકાળવામાં આવી છે, જેનો ઉપયોગ ટનલને મજબૂત કરવા માટે કરવામાં આવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં, BSFએ આ પાંચમી સુરંગ શોધી કાઢી છે, જેનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદીઓને મોકલવા અને હથિયારો અને ડ્રગ્સની દાણચોરી માટે કરતું આવ્યું છે.
બીએસએફના પ્રવક્તાએ એક નિવેદનમાં આ મામલે જણાવ્યું હતું કે 4 મે ના રોજ “પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ બનાવતા બીએશએફના જવાનોએ જમ્મુમાં સાંબા વિસ્તારની સામે બીઓપી ચક ફકીરાના વિસ્તારમાં એક સીમા પાર ટનલ શોધી કાઢી હતી.” “આ ટનલની શોધ એ પ્રદેશમાં હાથ ધરવામાં આવેલ અઠવાડિયા સુધી ચાલેલી સુરંગ વિરોધી કવાયત દરમિયાન સૈનિકોના સખત અને સતત પ્રયત્નોનું પરિણામ છે,આ સુરંગની લંબાઈ અંદાજે 150 મીટર હોવાનું કહેવાઈ રહ્યું છે.