BSFને મળી મોટી સફળતા – પંજાબ સરહદ પર ડ્રગ્સ લઈને ઘુસણખોરી રહેલા ડ્રોનને બીએસએફના જવાનોએ તોડી પાડ્યું
- બીએસએફના જવાનોને મળી સફળતા
- ડ્રગ્સ લઈને ઘુસણખોરી કરતા ડ્રોનને તોડી પાડ્યું
- દેશની સરહદ પર નાપાક ઈરાદાને નાકામ કર્યા
દિલ્હીઃ- દેશની સરહદો પર છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્રારા નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ડ્રોન મારફત હથિયારોની સપ્લાય સહીત દારુગોળો જેવી સમાગ્રી મોકલીને આતંક ફેલાવવાનું કાવતરું આતંકીઓ દ્રારા ઘડવામાં આવી રહ્યું હોય છે ત્યારે આજરોજ ન બોર્ડર સિક્યોરિટી ફોર્સએ પાકિસ્તાન તરફથી આવી રહેલા ડ્રોનને તોડી પાડ્યું છે.
મળતી જાણકારી પ્રમાણે આ ડ્રોનમાં એક બેગ હતી. જેમાં હેરોઈન મળી આવ્યું છે. જાણકારી પ્રમાણે પંજાબના અમૃતસરમાં હેરોઈન લઈને જતા પાકિસ્તાની ડ્રોનને જોઈને તેના પર ગોળીબાર શરુ કરવામાં આવ્યો હતો અને તે ડ્રોનને ઉડાવી દેવામાં આવ્યું હતું. BSFએ સોમવારે જણાવ્યું હતું કે તેણે ડ્રોનમાંથી હેરોઈનના નવ પેકેટ ઝપ્ત કર્યા છે અને સરહદ પારથી દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.
09/05/2022#Amritsar @BSF_Punjab Frontier#BSF troops foiled another smuggling attempt through Pak drone. Vigilant BSF troops fired at the drone coming from Pak & brought it down. Drone carrying 9 packets suspected to be #Heroin (10.670Kgs) in a bag were also recovered.#JaiHind pic.twitter.com/MhAsr9omw3
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) May 9, 2022
BSFએ ટ્વીટ કર્યું કે, “ફ્રન્ટિયર BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોન દ્વારા દાણચોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાન તરફથી આવતા આ ડ્રોનને BSF જવાનોએ તોડી પાડ્યું હતું. ડ્રોનમાંથી એક બેગમાંથી નવ પેકેટ મળી આવ્યા હતા, જેમાં હેરોઈન હોવાની શંકા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીર સરહદે સાંબા બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા એક શંકાસ્પદ સુરંગ પણ શોધી કાઢવામાં આવી હતી..ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સતત હુમલાો કરવાના ફીરાકમાં હોય છે ત્યારે આવી સ્થિતિમાં સેનાના જવાનો ખડેપગે રહીને પાકિસ્તાન તરફથી થતી હરકતો પર બાજ નજર રાખી રહ્યા છે.
આજ શ્રેણીમાં પંજાબ પાસેની સરહદ પર અવાર નવાર પાકતિસ્તાની ડ્રોન જોવા મળ્તા હોય છે જો કે આતંકીઓ પોતાના ઈરાદાઓને અંજામ આપે તે પહેલાજ બીએફએફના જવાનો તેને નિષ્ફળ બનાવી રહ્યા છે.