Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર આતંરરાષ્ટ્રીય સીમા પાર કરતા પાકિસ્તાની ધુસણખોરને BSFના જવાનોએ કર્યો ઠાર 

Social Share

શ્રીનગર – જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં અવાર નવાર આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ઘુલણખોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોમવારે સવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો.

આજરોજ ઠાર મરાયેલા પાકિસ્તાની વ્યક્તિ મામલે બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે આ વિસ્તારમાં હાજર સૈનિકોએ ઘૂસણખોરને સીમા  તરફ જતા જોયો હચો. “અમારા સૈનિકોએ તેને રોકવા માટે કહ્યું પરંતુ તેણે ચેતવણીની અવગણના કરી અને સીમા તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું, જેને લઈને કાર્યવાહી કરતા તે ઠાર મરાયો છે.

આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે પ, બીએસએફના જવાનોએ ઘૂસણખોર પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો અને કહ્યું કે તેનો મૃતદેહ સીમા  પાસે પડેલો જોવા મળ્યો હતોત્યાર બાદ તેના મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો છે.જો કે આ વ્યક્તિ કોમ હતો અને કયા ઈરાદાઓથી સીમા પાર કરી રહ્યો હતો તે અંગે તપાસ હાથ ઘરવામામં આવી રહી છે.