ભૂજઃ કચ્છ જિલ્લો પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલો છે. જેમાં હરામી નાળા નામે ઓળખાતો વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. અવાર-નવાર પાક માછીમારો કે ઘૂંસણખોરો હરામી નાળા સુધી આવી જતાં હોય છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓની આ વિસ્તારમાં બીએસએફનો સખત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અને બીએસએફના જવાનો રાત-દિવસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હોય છે. દરમિયાન બીએસએફે ભુજના હરામી નાળા વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા. આ સાથે ચાર હોડી પણ ઝડપી પાડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 8.30 કલાક દરમિયાન બીએસએફ ભુજની ટુકડી હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ક્ષૈતિજ ચેનલની પાસે પાકિસ્તાની માછીમારો માછીમારી કરી રહ્યા હતા.હોવાનું જોવા મળતા બીએસએફના જવાનો ત્યાં પહોંચ્યા હતા. ક્ષૈતિજ ચેનલમાં બે પાકિસ્તાની માછીમારો અને ચાર હોડી કબજે કરી હતી.. જપ્ત કરાયેલી હોડીની તપાસ કરવામાં આવી હતી. જેમાં માછલી, માછલી પકડવાની ઝાળ અને માછલી પકડવાના સાધનો સિવાય કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. હજુ આ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.
કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા હરામી નાળા વિસ્તાર એ સંવેદનશીલ ગણાય છે. અને આ વિસ્તારમાંથી ઘૂંસણખોરી ખૂબ થતી હતી. ટ્રગ્સ માફિયાઓને પણ આ વિસ્તાર અનુકૂળ આવી ગયો હતો. પણ ત્યારબાદ હરામી નાળાં વિસ્તારમાં બીએસએફનું પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. બીએસએફના જવાનોને પેટ્રોલિંગ માટે અદ્યતન બોટ પણ આપવામાં આવી છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે ક્ષિતિજ ચેનલ પાસે એક શંકાસ્પદ બોટ જોવા મળતા જવાનોએ ધસી જઈને બોટને ઘેરી લીધી હતી. અને બો પાકિસ્તાની માછીમારોની દબોચી લઈને તેમની ચારબોટ જપ્ત કરી હતી. બીએસએફ, મરીન પોલીસ દ્વારા પકડાયેલા માછીમારોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.