પંજાબ બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોનના ઘુસણખોરીના પ્રયત્નને બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવ્યો
- પંજબા બોર્ડ પાસે સેનાએ ડ્રોનને ભગાડ્યું
- બીએસએફના જવાનોએ ફાયરિંગ કર્યું
- ડ્રોનમાંથી મોટી માત્રામાં હથિયારો ફેંકાયા
ચંદિગઢઃ- આતંરરાષ્ટ્રીય બોર્ર પાસે સતત આતંકીઓ તથા ડ્રોનની ઘુસણ ખોરીના પ્રયત્નો વધી રહ્યા છે ખાસ કરીને ડ્રોનની ઘુ સણખોરીના પ્રયત્નો પંજાબ અને જમ્મુ કાશ્મીરની સરહદો પર વધુ બની રહ્યા છે આવી સ્થિતિમાં બીએસએફના જવાનો સતત ખડેપગે રહીને નાપાક ઈરાદાઓને નિષ્ફલ બનાવી રહ્યા છે ત્યારે આજેફરી એક વખત પંજાબમાં બીએસએફવના જવાનોએ પાકિસ્તાની ડ્રોન પર ફાયરિંગ કરીને ઘુસમખોરી કરતા અટકાવ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મોડી રાત્રે પંજાબના ગુરદાસપુરના ઉંચા ટકલા ગામમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ હથિયારો પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હતા. બીએસએફની ટીમે પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનનો અવાજ સાંભળતા જ ડ્રોન પર અંઘારામાં જ ગોળીબાર શરૂ કરી દીધો હતો. બીએસએફના ગોળીબાર દરમિયાન કંઈક પડવાનો અવાજ પણ સંભળાયો હતો.
જ્યારે જવાનો દ્રારા શોધખોળ કરવામાં આવી ત્યારે ગામના ખેતરમાં લાકડાની ફ્રેમ સાથેનું એક પેકેટ પડેલું મળી આવ્યું હતું. આ પેકેટ ખોલતા જ મેડ ઈન ચાઈનાની 04 પિસ્તોલ , 08 મેગેઝીન અને 47 કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું હતું.