નડાબેટ બોર્ડર પર BSFના જવાનોએ હાથમાં તિરંગો લઈને કૂચ કરી, તિરંગા ઉત્સવને લઈ અનોખો માહોલ
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.13થી 15 ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા અભિયાન’’ શરૂ કરાયું છે. જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની રહ્યા છે ત્યારે દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજને હાથમાં લઈને બીએસએફના જવાનોએ કૂચ કરી હતી.
ભારત-પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ વિસ્તારમાં બીએસએફની ચોકી પર તેમજ સમગ્ર બોર્ડર વિસ્તારમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનો હાથમાં તિરંગો લઈ કુચ કરતા નજરે પડી રહ્યા છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે બીએસએફના નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.13થી 15 ઓગષ્ટ સુધી ‘‘હરઘર તિરંગા અભિયાન’’ શરૂ કરાયું છે જેને સમગ્ર ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ અંતર્ગત લોકોમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર અને પ્રવાસન ધામ નડાબેટ ખાતે પણ ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી જોવા મળી રહી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની રહ્યા છે ત્યારે દેશની આન બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ ભારતીય સૈન્યના હાથમાં લહેરાઈ રહ્યો છે. હાલ સમગ્ર બોર્ડર વિસ્તારમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશની સીમા સરહદ નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા જવાનો હાથમાં તિરંગો લઈ કુચ કરતા નજરે પડી રહ્યા છે. સૈન્યના જવાનોમાં આ ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે તેઓ નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન સરહદ પાસે બનાસકાંઠાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી.એસ.એફ.ના પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ ‘‘સીમા દર્શન પ્રોજેક્ટ’’નું તાજેતરમાં દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ઉદ્ઘઘાટન કરવામાં આવ્યુ હતું. ભારત-પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર જેવો નજારો જોવા મળે છે જેને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. દેશની સ્વતંત્રતાનો મહાપર્વ નજીકમાં છે અને હાલમાં હર ઘર તિરંગા અભિયાન દ્વારા દેશવાસીઓને આઝાદીની ઉજવણીમાં જોડવાનો અભિનવ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડર પર સીમા દર્શનની સાથે સાથે લોકો હરઘર તિરંગા ઉજવણીનો બેવડો આનંદ માણી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.