Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા – સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે. આતકવાદીઓની નાપાક ઈરાદાઓ પર સેનાના જવાનોની સખ્ત જનર રહેતી હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં એક પાકિસ્તાની  ઘુસણખોરને ઠાર માર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ જમ્મુ અને કાશ્મીરના સાંબા વિસ્તાર પાસેની સરહદ પર પાકિસ્તાનની આતંકવાદી યોજનાઓને નિષ્ફળ કરી હતી  જમ્મુ માં બીએસએફના જનાનાએ જવાનોએ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે.

આજરોજ ગુરુવારે વહેલી સવારે સેનાના જવાનોએ સાંબા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદ ગતિવિધિ જોઈ હતી આ હલનચલન જોતા જ સેના સકર્ક બની હતી,ઘુસણખોરી કરતા સૈનિકોએ એક પાકિસ્તાનીને પકડી પાડ્યો આ આતંકી સરહદ તરફ આગળ વધવાના ફિરાકમાં હતો તેને જોતાની સાથે જ આ પછી જવાનોએ સેનાએ તેને નિશાન બનાવીને ગોળીબાર શરુ કર્યો જેમાં તે ઠાર મરાયો હતો.

જાણકારી પ્રમાણે આ ઘટના આડરોડ સવારે લગભગ 3 વાગ્યે આસપાસની છે.સાંબા સેક્ટરમાં મંગુ ચક બોર્ડર પોસ્ટ  પાસે ઘટના બની હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે, બીએસએફના જવાનોએ સાંબા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જોવી.”ત્યાર બાદ કાર્યવાહીમાં આ ઘુસણખોર ઠાર મરાયો હતો.