BSFએ અમૃતસરમાં 5 કિલોથી વધુ હેરોઈન ઝડપ્યું,પાકિસ્તાની ડ્રોનથી આવ્યું હતું
- BSFએ 5 કિલોથી વધુ હેરોઈન ઝડપ્યું
- અમૃતસરમાંથી હેરોઈન ઝડપ્યું
- પાકિસ્તાની ડ્રોનથી આવ્યું હતું
પંજાબ : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ અમૃતસર સેક્ટરના રાય ગામમાં પાકિસ્તાની તસ્કરો દ્વારા મોકલવામાં આવેલ 5 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. હેરોઈનની આ ખેપ મોડી રાત્રે ખેતરોમાં પડેલી જોવા મળી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે હેરોઈન ડ્રોન દ્વારા મોકલવામાં આવી હતી. ડ્રોનનો અવાજ સાંભળીને બીએસએફ જવાનોએ તે તરફ ગોળીબાર કર્યો હતો. ડ્રોન તો નીકળી ગયું પણ હેરોઈનની ખેપ અહીં પડી ગઈ હતી. પીળા રંગના પેકેટમાં પેક કરેલું હેરોઈન બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.
ગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમૃતસર સેક્ટરમાં છેલ્લા એક મહિનામાં હેરોઈનની દાણચોરીની 15થી વધુ ઘટનાઓ બની છે. જો કે, BSFએ માત્ર ડ્રોનને તોડી પાડ્યું એટલું જ નહીં હેરોઈન પણ કબજે કર્યું. આ સાથે એક સ્થાનિક દાણચોર પણ બીએસએફના હાથે ઝડપાયો હતો જેને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.