Site icon Revoi.in

કચ્છ સરહદે ફરજ બજાવતા BSFના જવાનોને વિદ્યાર્થિનીઓ, ભાજપની બહેનોએ બાંધી રક્ષા

Social Share

ભૂજઃ કચ્છના સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને ભાજપની મહિલા મોરચાની બહેનો, તેમજ ગોધરા કોલેજની વિદ્યાર્થિનીઓ, અને કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી. એમ. હાઈસ્કુલ બીદડાની વિધાર્થિનીઓ, વિવિધ સંસ્થાની બહેનો અને નલિયા વિસ્તારની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઊડવણી કરી હતી. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ જવાનોનું સન્માન કર્યું હતું.

સાંસદ વિનોદ ચાવડાએ જખૌ કોસ્ટલ એરિયા, 153 બટાલિયન જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. BSF હેડ ક્રમાન્ડન્ડ મનીષ નેગી, ડેપ્યુટી કમાન્ડન્ડ રાજકુમાર શર્મા, સિકંદર ફિરોદી સહિત દરેક જવાનોને મીઠાઈનું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યુ હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા,  સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનો, વિધાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રક્ષા બંધનનો તહેવાર જવાનો સાથે સહ ભોજન કરી ઉજવણી કરી હતી.

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સહયોગથી માતૃ વંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટસ કોલેજ બિદડાની દીકરીઓ માટે રક્ષાબંધન અને વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટીના સલાહથી સમિતિના અરવિંદભાઈ જોશીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.સૌપ્રથમ બીએસએફ 18 કોટેશ્વર ખાતે બીએસએફના જવાનોને કોલેજની દીકરીઓએ રક્ષાબંધન કર્યું હતું. આ પ્રસંગે બીએસએફ 18 ના સીઓ સંજીવ કુમાર વતી હેડ કમાન્ડર એમ કે પત‌કિસોએ દીકરીઓને શુભેચ્છા પાઠવી અને સમિતિનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. બીએસએફના જવાનોએ અલગ અલગ હથિયારોની માહિતી પૂરી પાડતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.ત્યારબાદ કોટેશ્વર મહાદેવની પૂજા અને અર્ચના મહંત દિનેશ ગીરી મહારાજના આશીર્વચનથી પૂર્ણ કરવામાં આવી હતી