Site icon Revoi.in

પંજાબના ફિરોઝપુર પાસેથી BSFના જવાનોએ  ખાલી પડેલી પાકિસ્તાની બોટ મળી આવી

Social Share

ચંદીગઢ- પીએમ મોદી બે દિવસ અગાઉ પંજાબના પ્રવાસે હતા ત્યારે તેમની સુરક્ષાને લઈને ઘણો હોબાળો મચ્યો હતો, તેમની સુરક્ષામાં ચૂકંનો મામલો કોર્ડ સુધી પહોચ્યા છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત સામે આવી છે, પીએમ મોદી જ્યા ફસાયા હતા ત્યાથી થોડે દૂર પાકિસ્તાની બોટ મળી આવી છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સએ વિતેલા દિવસને શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક લાવારીશ છોડીદેવાયેલી પાકિસ્તાની બોટને જપ્ત કરી છે. ફિરોઝપુર પાકિસ્તાન સાથેની સરહદને કારણે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને છેલ્લા કેટલાક મહિનામાં પડોશી દેશથી ઘણા ડ્રોન ગેરકાયદેસર રીતે અહીં મોકલવામાં આવ્યા છે.

આ બોટ મામલાને લઈને બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત 36 બટાલિયનના એક જવાન પેટ્રોલિંગ દરમિયાન ડીટી મોલ બોર્ડર ચોકી વિસ્તારમાં લાકડાની બોટ જોઈ હતી ત્યાર બાદ તેને ઝપ્ત કરાી હતી.

આ બાબતે તેણએ જણાવ્યું હતું કે “શિયાળામાં, આ વિસ્તાર ગાઢ ધુમ્મસથી ઢંકાયેલો હોય છે. બોટ મળ્યા પછી, અમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સ્થાનિક ગામોને પણ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિના કિસ્સામાં તરત જ બીએસએફને જાણ કરવા ચેતવણી આપી દીધી છે. આવી બોટનો ઉપયોગ વારંવાર ડ્રગ્સ અને હથિયારોની સીમા પારથી દાણચોરી માટે થાય છે.ત્યારેહવે આ મામલે વધુ તપાસ હાથ ઘરાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે ફિરોજપુર એજ વિસ્તારમાં છે જ્યા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ જ એક ફ્લાયઓવર પર 15 થી 20 મિનિટ માટે રોકાઈ ગયો હતો.