Site icon Revoi.in

1 ડિસેમ્બરે 59મો સ્થાપના દિવસ ઉજવશે BSF,ગૃહમંત્રી અમિત શાહ આપી શકે છે હાજરી

Social Share

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 ડિસેમ્બરે ઝારખંડના હજારીબાગમાં આયોજિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની 59મી સ્થાપના દિવસ પરેડમાં હાજરી આપી શકે છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી. બીએસએફના મહાનિરીક્ષક (તાલીમ કેન્દ્રો અને શાળાઓ) ટી.એસ. બન્યાલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પ્રથમ વખત હજારીબાગમાં યોજવામાં આવી રહ્યો છે, જ્યાં દળનું સૌથી જૂનું પ્રશિક્ષણ કેન્દ્ર સ્થિત છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સના સ્થાપના દિવસની ઉજવણી અગાઉ માત્ર નવી દિલ્હીમાં જ થતી હતી પરંતુ તાજેતરના વર્ષોમાં આ પ્રથા બદલવામાં આવી છે. 2021 માં રાજસ્થાનના જેસલમેરમાં રાષ્ટ્રીય રાજધાનીની બહાર પ્રથમ ઇવેન્ટ યોજ્યા પછી ફોર્સે 2022 માં પંજાબના અમૃતસરમાં તેનું આયોજન કર્યું હતું.

બન્યાલે કહ્યું, “ફાઉન્ડેશન ડેના મુખ્ય અતિથિના નામની જાહેરાત BSFના મહાનિર્દેશક 30 નવેમ્બરે કરશે. જો કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force BSF) ની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી. BSF એ અર્ધલશ્કરી દળ છે, જે શાંતિના સમય દરમિયાન ભારતની સરહદની રક્ષા કરવા અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે જવાબદાર છે. ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળો ભારતની સુરક્ષા માટે તૈયાર છે. દેશની આંતરિક સુરક્ષા અને સીમા સુરક્ષામાં ઘણા સુરક્ષા દળો ભારતીય સેનાની સાથે રહે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, ભારતીય સેના (Indian Army)અને BSFના જવાનોમાં તફાવત છે