Site icon Revoi.in

ગુજરાતમાં BSNLએ 27 મિલકતો વેચવા કાઢી, 12 બિલ્ડિંગોનું 205 કરોડનું વેલ્યુએશન કરાયું

Social Share

અમદાવાદઃ ભારત સંચાર નિગમ લિમિટેડ યાને બીએસએનએલનો એક જમાનો હતો. લેન્ડલાઈન ફોન માટે પણ લાંબી પ્રતિક્ષા યાદી રહેતી હતી. ત્યારબાદ મોબાઈલ ફોન આવતા અને ખાનગી કંપનીઓ સાથેની હરિફાઈમાં મોટાભાગના ગ્રાહકો ખાનગી કંપનીઓ તરફ વળતા બીએસએનએસને ફટકો પડ્યો હતો. ત્યારબાદ બીએસએનએલએ નવી ટેકનોલોજી અપનાવીને સ્ટાફમાં ઘટાડો કરીને પોતાનું સ્થાન જાળવી રાખવાના પ્રયાસો કર્યા છે. હવે ગુજરાતમાં બીએસએનએલની માલિકીની કરોડો રૂપિયાની મિલ્કતો છે. જેમાં ઘણીબધી મિલ્કતો વપરાશ વગરની ઘૂળ ખાઈ રહી છે. આથી બીએસએનએલ દ્વારા કુલ 29 મિલકતની હરાજી કરી તેમાંથી રેવન્યુ આવક જનરેટ કરવાનું આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે 1 મિલકતની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે. આ 29 મિલકત પૈકીની 12 મિલકતની હરાજીમાંથી બીએસએનએલને ઓછામાં ઓછા રૂ.205 કરોડની રેવન્યુ આવક જનરેટ થવાનો અંદાજ છે. તેની ટેન્ડર પ્રક્રિયા હવે ટૂંક સમયમાં હાથ ધરાશે. જ્યારે બાકીની 17 મિલકતના વેલ્યુએશનની કામગીરી હજુ બાકી હોવાનું કહેવાય છે.

બીએસએનએલના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ શહેરમાં જૂના માર્કેટ યાર્ડ અને આરટીઓ પાછળના વિસ્તારમાં બીએસએનએલની 12663 ચો.મી. જગ્યા લાંબા સમયથી બિનઉપયોગી પડી છે અને હવે ટેક્નોલોજી ચેન્જ થવાથી જમીનની સ્પેસની જરૂરિયાત બીએસએનએલને ઘટી છે ત્યારે આ જગ્યા રૂ.22.99 કરોડમાં ઓક્શન કરવા માટે બજારમાં મૂકી છે. આ માટે જાહેરાત આપી દેવામાં આવી છે. રાજકોટ ઉપરાંત દેશમાં અન્ય 26 જેટલી મિલકત વેચવા માટે જાહેરાત આપવામાં આવી છે અને આ 27 મિલકતની હરાજીમાંથી રૂ.500 કરોડ કરતાં વધુ રેવન્યુ આવક થવાનો અંદાજ છે. મિલકતની હરાજી થકી થનારી આવકનો ઉપયોગ નેટવર્ક અપગ્રેડેશનમાં કરાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બીએસએનએલની માલિકીની સૌરાષ્ટ્રમાં 13 સહિત ગુજરાતમાં કુલ 28 જેટલી જગ્યા બિનઉપયોગી હોવાનું આઇડેન્ટિફાઇ થયા બાદ તેની હરાજી માટેની કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં બીએસએનએલ દ્વારા કુલ 29 મિલકતની હરાજી કરી તેમાંથી રેવન્યુ આવક જનરેટ કરવાનું આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે 1 મિલકતની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે. આ 29 મિલકત પૈકીની 12 મિલકતની હરાજીમાંથી બીએસએનએલને ઓછામાં ઓછા રૂ.205 કરોડની રેવન્યુ આવક જનરેટ થવાનો અંદાજ છે. આથી તેમની ટેન્ડર પ્રક્રિયા હવે ટૂંક સમયમાં હાથ ધરાશે. જ્યારે બાકીની 17 મિલકતના વેલ્યુએશનની કામગીરી હજુ બાકી છે.