- રેલ્વે માટે ખાસ બેજટની ઘોષણા
- કુલ 1.15 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ
- વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રોનિક ટ્રેન દોડતી જોવા મળશે
દિલ્હીઃ-નાણામંત્રી નિર્મલા સીતારામણે સોમવારના રોજ 2021-22 વર્ષનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વખતે નાણાં મંત્રીએ બહિખાતાને બદલે મેડ ઇન ઇન્ડિયા ટેબ પરથી વાંચીને બજેટ રજૂ કરતી વખતે રેલવેને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે
નાણામંત્રીએ વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલ્વેની નવી યોજનાઓ અંગે માહિતી આપી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષે રેલ્વે બજેટ પર 1.15 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 સુધીમાં દેશની 100 ટકા ટ્રેનો વીજળીથી ચાલતી જોવા મળશે
તે સાથે જ રેલ્વેની પ્રાથમિકતાઓ પર ભાષણ આપતાં નાણાં મંત્રીએ પૂર્વીય અને પશ્ચિમી ડીએફસીના વિસ્તરણ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે અમે આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે લોજિસ્ટિક્સમાં ખર્ચ ઘટાડવા માંગીએ છીએ. આ માટે, પૂર્વીય અને પશ્ચિમી ડીએફસી જૂન 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, સરકાર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં ડીએફસીના કેટલાક વિભાગો બનાવવામાં આવશે. એકવાર કોરિડોર શરૂ થઈ ગયા પછી, તેની સંપત્તિઓ પર પણ નજર રાખવામાં આવશે.
આ સાથે જ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકો માટે બજેટમાં સારા સમાચાર છે. નાણાં મંત્રી કહ્યું કે પર્યટક માર્ગો પર દોડતી પેસેન્જર ટ્રેનોમાં નવા એલએચબી કોચ ઉમેરવામાં આવશે. આ ટ્રિપ્સને વધુ આરામદાયક બનાવશે.
સાહિન-