- આજે થશે બજેટ રજૂ
- નાણામંત્રીના હાથમાં ડિજિટલ બજેટ જોવા મળ્યું
દિલ્હીઃ- સમગ્ર દેશમાં 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે, ત્યારકે આજે 1લી ફેબ્રુઆરી છે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ શરૂ કરનાર છે જેને લઈને નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર નાણાં મંત્રાલય પહોંચી ચૂક્યા છે.
બજેટ રજૂ થાય તે પહેલા પૂજાપાઠ કરવામાં આવ્યો હતો, આ સાથે કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થા કથળેલી જોવા ણળી હતી જેને લઈને આ વર્ષ દરમિયાન ઘણી બધી જાહેરાતો થઈ શકે છે.
દેશની અર્થવ્યવલસ્થાને પાટા લોકોને રોજગાર, ટેક્સ છૂટ, ફુગાવા જેવા મુદ્દાઓ પર સરકાર તરફથી રાહત મળવાની પુરેપુપરી શક્યતાઓ સેવાઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે., ઉપલબ્ધ કર છૂટની સંભાવનાઓ પણ વધી શકે છે.
નિર્મલા સીતારમન અને અનુરાગ ઠાકુર સૌથી પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા હતા. તેઓ અહીંથી રવાના થયા ત્યારે તેમના હાથમાં ડિજિટલ બહીખાતુ જોવા મળ્યુ હતું. ઉલ્લેખનીય છે કે કોરોના કાળને કારણે દેશમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થવા ડઈ રહ્યું છે. તેની સોફ્ટ કોપી પણ ઓનલાઈન મળી શકશે તે સાથે જ સામાન્ય નાગરિકો માટે બજેટચની ખઆસ એપ લોન્ચ પણ કરવામાં આવી છે.
સાહિન-