Site icon Revoi.in

બજેટ 2022માં ખેડૂતો માટે શું છે ખાસ  ? ખેતરોમાં દવાનો છંટાવ કરવા ડ્રોનના ઉપયોગ સહીતની અનેક સુવિધાઓ જાણો

Social Share

દિલ્હીઃ- આજરોજ 1લી ફેબ્રુઆરીને મંગળવારે દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મં બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે પોતાના બજેટ ભાષણમાં ખેડૂતોને પણ ખાસ યાદ કર્યા છે અને ખેડૂતોની સુવિધા માટે ઘણી બધી જાહેરાતો કરી પણ છે.

નાણામંત્રીના ભાષણ દરમિયાન  તેમણે કહ્યું કે ખેતીમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ હવેથી ભરપુર પ્રમાણમાં કરવામાં આવશે, ખેડૂત હવે  ડ્રોનનો ઉપયોગ કરશે. આ સાથે પાકનું મૂલ્યાંકન, જમીનનો રેકોર્ડ, જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં ડ્રેનના માધ્યમથી કરવામાં આવશે. એટલું જ નહીં તેમણે ખેડૂતો માટે અન્ય કેટલીક જાહેરાતો પણ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગંગા નદીના કિનારે પાંચ કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

નાણાં મંત્રીએ કહ્યું કે કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવશે. કેન-બેતવા નદીને જોડવા માટે 1400 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ સાથે  ફળો અને શાકભાજીના ખેડૂતો માટે પેકેજ લાવવામાં આવશે. તે જ સમયે, કૃષિ પર વાત કરતા, નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને MSP માટે 2.7 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.

નાણામંત્રીએ બજેટમાં કહ્યું કે ઓર્ગેનિક ખેતી પર સરકારનો ખાસ ભાર છે ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશે.આ સાથે જ સરકાર તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપશે. સરકાર દ્વારા ખેડૂત ડ્રોનનો પણ પ્રચાર કરવામાં આવશે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂ. 2.37 લાખ કરોડ ચૂકવશે.

આ સાથે જ રેલવે નાના ખેડૂતો અને સાહસો માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વિકસાવશે. સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇન વધારવા માટે એક સ્ટેશન, એક ઉત્પાદન યોજના શરૂ કરવામાં આવશે.

ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના PPP મોડમાં શરૂ કરવામાં આવશે. આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણે 44 હજાર 605 કરોડ રૂપિયાના ખર્ચે કેન-બેતવા લિંક પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે.