બજેટ 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમણની દરેક સાડીના રંગમાં છૂપાયેલું છે રહસ્ય, જાણો 2019થી 2024 સુધીનો સંદેશ
નવી દિલ્હી: પહેલી ફેબ્રુઆરીએ દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું છે. નવી સરકાર બનવા સુધી આ બજેટ રહેશે, જે મોદી સરકાર 2.0નું આખરી બજેટ હશે. જ્યારે નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલું આ છઠ્ઠું બજેટ છે. 2019થી લઈને 2024 સુધીના દરેક બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અલગ-અલગ સાડી લુકમાં જોવા મળ્યા છે.
નિર્મલા સીતારમણ દ્વારા સતત છઠ્ઠી વાર બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેઓ વાદળી રંગની સાડીમાં જોવા મળ્યા હતા. જ્યારે આના પહેલા તેઓ લાલ, પીળી, ગુલાબી સાડીમાં પણ જોવા મળ્યા છે. કહેવામાં આવે છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સાડીનો રંગ કોઈને કોઈ સંદેશ આપતો હોય છે.
2024નું વચગાળાનું બજેટ-
2024નું વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. ત્યારે તેમમે વાદળી રંગની સાડી પહેરી હતી. વાદળી રંગ ગતિમાન, ચંચળ અને જીવનદાયિની શક્તિ પ્રદાન કરવાનું પ્રતીક ગણાય છે.
2023નું કેન્દ્રીય બજેટ –
2023ના કેન્દ્રીય બજેટ વખતે સીતારમણે લાલ અને કાળા રંગની સાડી પહેરી હતી. બંને રંગના મિશ્રણને શૌર્ય અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.
2022નું કેન્દ્રીય બજેટ-
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022 વખતે કથ્થઈ રંગની સાડી પહેરી હતી. આ રંગ સુરક્ષાનો પ્રતીક છે.
2021નું કેન્દ્રીય બજેટ-
2021ના કેન્દ્રીય બજેટ વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લાલ રંગની સાડી પહેરી હતી. આ રંગ શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે.
2020નું કેન્દ્રીય બજેટ-
2020ના કેન્દ્રીય બજેટ વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પીળા રંગની સાડી પહેરી હતી. પીળો રંગ ઉત્સાહ અને ઊર્જાનું પ્રતીક હોય છે.
2019નું બજેટ –
2019માં નાણાં મંત્રી તરીકે નિર્મલા સીતારમણે પહેલીવાર બજેટ રજૂ કર્યું હતું. તે વખતે તેમણે ડાર્ક પિંક રંગની સાડી પહેરી હતી. ડાર્ક પિંક રંગ ગંભીરતા અને પરિપક્વતાનું પ્રતીક માનવામાં આવે છે.