શેરબજાર ઉપર બજેટની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે નબળી શરૂઆત સાથે ખુલ્યું છે. બજેટ પછી પણ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 80,343.38 પર ખુલ્યો અને નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14% ના ઘટાડા સાથે 24,444.95 પર ખુલ્યો.
બજેટના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ સેશનના અંતે બજાર સ્થિર થયું હતું. ગઈકાલે સેન્સેક્સ 73 પોઈન્ટ્સ અથવા 0.09 ટકા ઘટીને 80,429 પર અને નિફ્ટી 30 પોઈન્ટ્સ અથવા 0.12 ટકા ઘટીને 24,479 પર બંધ થયો હતો. જ્યારે છેલ્લા સત્ર દરમિયાન સેન્સેક્સ 80,766 પોઈન્ટની સૌથી નીચી સપાટી અને 79,224 પોઈન્ટની સૌથી નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જ્યારે નિફ્ટી 24,582 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી અને 24,074ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
BSE સેન્સેક્સ સવારે 10.05 વાગ્યે 147.50 પોઈન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 80,281 પર ટ્રેડ કરી રહ્યો છે. NSEનો નિફ્ટી 33.95 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા પછી 24,445 પર આવી ગયો છે. આજે સવારે માર્કેટ ઓપનિંગમાં BSE સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 80343 પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 34.05 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24445 ના સ્તર પર ખુલ્યો.