Site icon Revoi.in

દેશની જનતાને ઈન્ક્મટેક્સમાં કોઈ રાહત નહીં, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં પેપરલેસ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, 2021-22ના બજેટના દ્રષ્ટીકોણને યથાવત રાખવામાં આવ્યો છે. અમારુ લક્ષ્યાંક સમગ્ર કલ્યાણ છે. ગરીબોની ક્ષમતા વધારવાનો છે. કોરોના મહામારીમાં પણ ભારતની અર્થવ્યવસ્થા મજબુતીથી આગળ વધી રહી છે. દેશમાં વિદેશી મૂડીરોકાણ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટચરને મજબુત બનાવવાશે. આ બજેટથી ભારત આગામી 25 વર્ષને મજબુતી મળશે. આગામી નાણાકીય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની આશા છે. હાલના વર્ષમાં ભારતનો આર્થિક ગ્રોથ 9.2 રહેવાનો અનુમાન છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જનતાને ઈન્કટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી. ઈનકમટેક્સના સ્બેલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ ટેક્સમાં પ્રજાને કોઈ રાહત આપવામાં આવી નથી.

નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, ઈલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સમાં કોઈ છુટ નહીં મળેસ જ્યારે રત્ન અને આભુષણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. નકલી આભુષણો ઉપર કસ્ટમ ટ્યુડી 40 રૂપિયા પ્રતિ કિલો રહેશે. સ્ટીલના ભંગાર ઉપર કસ્ટમ ડ્યુટી વધારે એક વર્ષમાં વધારવામાં આવી છે. આ ઉપરાંત કૃષિના સાધનો સસ્તા કરવામાં આવશે.

ડિજીટલ કરન્સી (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ લગાવાયો છે. આ ઉપરાંત વર્ચુઅલ કરન્સીના ટ્રાન્સફર પર 1 ટકા ટીડીએસ પણ લગાવાશે. જો વર્ચ્યુઅલ સેટને ગિફ્ટ તરીકે અપાય છે તો ટેક્સ એ વ્યક્તિ ચુકવશે જેને ગીફ્ટ મળી છે. રૂપિયાનું ડિજીટલ કરન્સીને આ નાણાકીય વર્ષમાં ચાલુ કરવામાં આવશે.

કોર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. દિવ્યાંગોને પણ કરમાં રાહત આપવામાં આવશે. નવા ટેક્સ રિફોર્મ લાવવાની યોજના છે. આગામી 2 એસેસમેન્ટ વર્ષ સુધી અપડેટેડ આઈટીઆર સંભવ થશે. રાજ્યોની મદદ માટે એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. જેમાં રાજ્યોને 50 વર્ષ સુધી વ્યાજ વગર નાણા અપાશે. જિજીટલ કરન્સીએ ચાલુ નાણાકીય વર્ષમાં ચાલુ રહેશે. સાર્વજનિક રોકાણ બનાવી રાખવાની જરૂર છે. હાલ ગ્રીન બોન્ડ મારફતે પૈસા એકત્ર કરાય છે. રોકાણ સાથે ખાનગી રોકાણને પ્રેરિત કરવાની યોજના છે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કુલ ખરીદી બજેટમાંથી 68 ટકા ઘરેલુ બજારમાં ખરીદી ઉપર ખર્ચ કરાશે. જેથી રક્ષા ઉપકરણોની આયાત પર નિર્ભતા ઓછી થશે. છેલ્લા નાણાકીય વર્ષની સરખામણીએ આ 58 ટકા વધારે છે.