- રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
- કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન
- 30 ધારાસભ્ય ખુરશીને બદલે સોફા પર બેસશે
જયપુર: રાજસ્થાન વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થવા જઈ રહ્યું છે. હાઇટેક સિક્યુરિટી સાથે યોજાનારા આ બજેટ સત્રમાં આ વખતે ધારાસભ્યોને વિધાનસભાના મુખ્ય ભવનથી સદનની અંદર ન જાય ત્યાં સુધી કડક સુરક્ષા વ્યવસ્થાનો સામનો કરવો પડશે.
આ વખતે,સુરક્ષાની દ્રષ્ટિએ વિધાનસભા સચિવાલયએ સદનની અંદર જનારા તમામ ચારેય દરવાજા પર ફ્લેપ બેરીયર લગાવ્યા છે. આ ફ્લેપ બેરીયર એટલા હાઇટેક છે કે, ફક્ત રજિસ્ટર્ડ લોકો જ તેને પાર કરી શકશે.
હાઇ સિક્યુરિટી ફ્લેપ બેરિયર દ્વારા માત્ર ધારાસભ્યો અને વિધાનસભાના પસંદ કરેલા સભ્યો જ અંદર જઇ શકશે. આ માટે, તેમના ચહેરાઓની પણ ઓળખ કરવામાં આવશે. ફેસ રીડીંગ અને હાથના વેવ કરવા પર જ આ ફ્લેપ બેરીયર ખુલશે.
સદનની અંદર કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણરૂપે પાલન કરવામાં આવશે. 30 જેટલા ધારાસભ્યોને ખુરશીઓને બદલે સોફા પર બેસાડવામાં આવશે.
-દેવાંશી