- નાણામંત્રીએ બજેટ રજૂ કરવાનું શરુ કર્યું
- સરકારે 27.1 કરોડ આત્મ નિર્ભર પેકેજની જાહેરાત કરી
દિલ્હીઃ-હાલ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે.સમગ્ર દેશમાં દર વર્ષે 1લી ફ્રેબુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે,ત્યારે કોરોના મહામારીના સમયમાં 5 નાના બેજેટ પણ રજૂ કરવામાં આવ્યા છે.
હાલ નાણામંત્રી નિર્મલા સીતારણે જણાવ્યું હતું કે,કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર તરફથી આત્મ નિર્ભર પેકેજ, કેટલીક યોજનાઓ કે જે કોરોના કાળમાં દેશ મૂકવામાં સામે આવી છે. જેને લઇને અર્થવ્યવસ્થાને ઝડપથી વેગ આપવામાં આવશે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કુલ 27.1 લાખ કરોડ રુપિયાની મદદ જાહેર કરવામાં આવી ચૂકી. જે 5 નાના બેજટમાં સમાવેશ પામે છે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આમ બજેટ રજૂ કરતા હતા તે સમય દરમિયાન વિપક્ષ સાંસદો દ્વારા સતત નારેબાજી ઉચ્ચારવામાં આવી રહી છે. નિર્મલા સીતારમણે ક હ્યું કે વિતેલા વર્ષે દેશમાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ છે, આ બજેટ એવા સમયે રજૂ કરાઈ રહ્યું છે કે જ્યારે દેશમાં કોરોના સંકટ વર્તાઈ રહ્યું છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આમ બજેટની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ બજેટ કરજૂ કરશે.
હાલમાં દેશના વડા પ્રધાન મોદી સંસદ ભવન આવી ચૂક્યા છે અને હવે કેબિનેટની બેઠકનો આરંભ પણ કરવામાં આવી ચૂક્યો છે, મોદી કેબિનેટમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ બજેટને સંસદમાં રજૂ કરાશે, આ પહેલા નાણામંત્રીએ રાષ્ટ્રપતિ સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.
સાહિન-