Site icon Revoi.in

રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક, મણના ભાવ રૂ. 800થી રૂ.1361

Social Share

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં એક લાખ ગુણી કરતાં વધુ મગફળીની આવક થઈ છે. હરાજીમાં 20 કિલો મગફળીના ભાવ રૂપિયા 800થી 1361 સુધીના બોલાયા હતા. તેમજ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા હતા.

જોકે, છેલ્લે પડેલ વરસાદથી આવક થોડી મોડી થઈ હતી ત્યારે આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવાં મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી તેવી પણ જાણકારી મળી છે કે કેટલાક ખેડૂતોનો મગફળીનો પાક વધારે વરસાદના કારણે થોડો નાશ પામ્યો છે, જેટલા પ્રમાણમાં મગફળી મળવાની આશા હતી તે પ્રમાણે મળી નથી.

જો કે ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ભાવ મળી રહેશે તેવો જાણકારો દ્વારા અભિપ્રાય પણ આપવામાં આવ્યો હતો અને તે પણ કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં જો મગફળીની ખપત વર્તાશે તો મગફળીના ભાવમાં વધારો પણ જોવા મળી શકે છે.