બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: દિલ્હી-મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર સ્ટીલ બ્રિજ સ્થાપિત કરાયો
અમદાવાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિએ દેશમાં અને ગુજરાતમાં આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક 3000 મેટ્રીક ટન સ્ટીલ બ્રિજનું ઈન્સ્ટોલેશન કાર્ય માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી દેવાયુ છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેજ ગતિએ તૈયાર થઈ રહ્યો છે. આ કામગીરી અંતર્ગત નેશનલ હાઈવે સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 130 મિટર લાંબા સ્ટીલ બ્રિજનું મેક ઈન ઈન્ડિયા એટલે કે સ્વદેશી બનાવટના આ સ્ટીલ બ્રિજનું વડોદરા નજીકના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માત્ર 24 કલાકમાં ઈન્સ્ટોલેશન કાર્ય પુરુ કરી દેવાયુ છે.
આ કામગીરીની ખાસિયત એ છે કે એક્સપ્રેસ વે પરના ટ્રાફીકને ખલેલ પહોંચાડ્યા વિના માત્ર 24 કલાકમાં જ 3000 ટન વજનના સ્ટીલ બ્રિજનું ઈન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ કરાયુ હતુ. 18 મીટર ઉંચો અને 14.9 મીટર પહોળો 3000 મેટ્રિક ટનનો સ્ટીલ બ્રિજ, વર્ધા, મહારાષ્ટ્રમાં વર્કશોપમાં બનાવાયેલ છે અને તેને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર પર સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો.
જાપાનની કુશળતાનો લાભ લઈને, ભારત “મેક ઈન ઈન્ડિયા” પહેલ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેના પોતાના તકનીકી અને ભૌતિક સંસાધનોનો ઉપયોગ કરી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો સ્ટીલ બ્રિજ આ પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે. સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજમાંથી આ ત્રીજો સ્ટીલ બ્રિજ છે. પ્રથમ અને બીજો સ્ટીલ બ્રિજ અનુક્રમે સુરતમાં નેશનલ હાઈવે 53 પર અને ગુજરાતમાં નડિયાદ નજીક ભારતીય રેલ્વેની વડોદરા-અમદાવાદ મુખ્ય લાઇન પર શરૂ કરવામાં આવ્યો હતો