ગાંધીનગરના ગિફ્ટસિટીમાં 1લી ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ, સોનાનું ટ્રેડિંગ થશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિવસ પહેલી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારે તેમણે ગુજરાત ઈન્ટરનેશલન ફાયનાન્સ ટેક સિટી(ગિફ્ટ સિટી)નું સ્વપ્ન સેવ્યું હતું. અને તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યક્ળ દરમિયાન ગાંધીનગરમાં ગિફ્ટ સિટીનું ગાંધીનગરમાં નિર્માણ થયું હતું. ત્યારબાદ ગિફ્ટ યિટીમાં ઈન્ટરનેશનલ બેન્ક, અને આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ કંપનીઓ પણ કાર્યરત થઈ ગઈ છે. હવે આગામી તા. 1લી ઓક્ટોબરથી બુલિયન એક્સચેન્જનો પ્રારંભ થઈ રહ્યો છે. આ એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એક્સચેન્જને મોટું પગલું કહેવામાં આવે છે. નાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. આનો અર્થ એ થાય છે કે દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. એટલું જ નહીં એક્સચેન્જ શરૂ થયા પછી સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર દેશનું પહેલું ગોલ્ડ એક્સ્ચેન્જ બનાવી રહી છે અને તેના માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર થઈ છે. પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો હતો. આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. ભારતીય ઘરોમાં 22000 ટન સોનું પડ્યું છે જે નિષ્ક્રિય છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ કરે છે. ગિફ્ટ સિટીમાં આ એક્સચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.