Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં તેજી યથાવત, બીએસઈ 80150 પોઈન્ટ ઉપર ટ્રેડ

Social Share

મુંબઈઃ ભારતીય શેરબજારમાં તેજીનો તબક્કો ચાલુ છે. આજે એટલે કે 4 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. સેન્સેક્સ 334.99 પોઈન્ટના વધારા સાથે 80,331 પર ખુલ્યો હતો. આ તેનું અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. નિફ્ટી પણ 83.45 પોઈન્ટ વધીને 24,372ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. બપોરના 12 વાગ્યાના સમયે પણ બીએસઈ 80150થી વધારે પોઈન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

એશિયન બજારોમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 0.21% ઉપર છે. તાઇવાન વેઇટેડ 1.33% અને કોરિયાનો કોસ્પી 0.59% ઉપર છે. હેંગસેંગ 0.43% વધીને કારોબાર કરી રહ્યો છે. જોકે, શાંઘાઈ કમ્પોઝિટમાં 0.16%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે અમેરિકન માર્કેટમાં તેજી રહી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 23.85 (0.06%) પોઈન્ટ વધીને 39,308 થઈ. NASDAQ 159.54 (0.88%) પોઈન્ટના વધારા સાથે 18,188ના સ્તરે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 28.01 (0.51%) પોઈન્ટ વધીને 5,537 પર બંધ થયો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ બુધવારે એટલે કે 3 જુલાઈના રોજ રૂ. 5483 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ રૂ. 924 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.