Site icon Revoi.in

સુરતમાં ટ્રાફીકને ધ્યાનમાં રાખીને 21 જંકશન ઉપર બમ્પ હટાવવાની કામગીરી

Social Share

અમદાવાદઃ સુરત શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તેવા આશયથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગત રોજ સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ એસએમસીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફીક નિયમનની સરળતા માટે 40થી વધુ જંકશન ઉપર બમ્પર( સ્પીડ બ્રેકર) હટાવવાની કામગીરી હાથ ધરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેના અનુસંધાને રાત્રિ દરમિયાન ટ્રાફિક ઓછો હોય ત્યારે સુરત શહેરના કુલ ૨૧ જંકશન પર બમ્પ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સંસ્કૃતિ માર્કેટ, કેપીટલ સ્કેવર, જોગાની માતા, મહારાણા પ્રતાપ ચોક, યોગી ચોક, ધરમનગર, ગૌશાળા સર્કલ, પુના ગામ જંકશન, સાયોના પ્લાઝા, નગીના વાડી, પ્રાઈમ શોપીગ જંકશન, જયોતિ પાર્ટી જંકશન, બાલાજી હોન્ડ શો રૂમ, સોમેશ્વર જંકશન, વેસુ ચાર રસ્તા, શ્યામ મંદિર જંકશન, સંગીની પાંચ રસ્તા, અડાજણ સર્કલ, નિડર સર્કલો પરથી બમ્પર દુર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા બમ્પ પણ સત્વરે દુર કરવામાં આવશે.