Site icon Revoi.in

બુમરાહ 606 દિવસમાં જ ગ્રેટ બોલર બન્યો,હવેથી આ ખાસ લીસ્ટમાં તેનો પણ સમાવેશ

Social Share

ક્રિકેટ જગતમાં જસપ્રીત બુમરાહ એ ખુબ જાણીતુ નામ છે,બુમરાહની ઓળખ કોઈની મોહતાજ નથી,પોતાના આગવા અંદાજથી અને પોતાની સ્ટાઈલથી જે રીતે તે બૉલિંગ કરે છે, તે રીતે તેના દેશભરમાં ચાહકોની સંખ્યા ખુબ વધુ છે,ત્યારે હવે આ જસપ્રીત બુમરાહે વિશ્વના મહાન બોલરોમાં પોતાનો પણ સમાવેશ કરી દીધો છે, જી હા બુમરાહ ટેસ્ટ મેચમાં વિશ્વમાં ત્રીજા નંબરનો મહાન બોલર બન્યો છે.

આઈસીસીએ તાજેતરમાં રજુ કરેલી  ટેસ્ટ રૈકિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો ત્રીજા નંબરનો બેસ્ટ બોલર બન્યો છે,ટેસ્ટ ક્રિકેટ મેચમાં વિશ્વના બેસ્ટ બૉલરોની આ ખાસ યાદીમાં હવેથી બુમરાહનો પણ સમાવેશ થઈ ચુક્યો છે,બુમરાહ માત્ર ઓસ્ટ્રેલિયાના બૉલર પેટ કમિન્સ અને આફ્રીકાના બૉલર કૈગિસો રબાડાથી જ પાછળ છે,જસપ્રીત બુમરાહે પોતાના ટેસ્ટ ડેબ્યૂના માત્ર 606 દિવસોમાં જ પ્રથમવાર ટેસ્ટ રૈકિંગમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે, જેના પરથી કહી શકાય કે વિશ્વના ખાસ બૉલરોમાં શા માટે બૂમરાહને ત્રીજુ સ્થાન આપવામાં આવ્યું છે અને ભારત માટે  આ વાત ગૌરવ લેવાની વાત છે.

બુમરાહ આઈસીસીની ટેસ્ટ રૈકિંગમાં તૃતિય સ્થાન પર પહોંચી ગયા છે, તે પોતાની કારકિર્દીના સર્વોત્તમ 835 પોઇન્ટ પર પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પ્રથમ ક્રમે છે. તેની પાસે 908નો અંકડો છે,તે એકમાત્ર બોલર છે કે  જેણે 900થી પણ વધુ પોઇન્ટ મેળવ્યા છે. દક્ષિણ આફ્રિકાના કૈગિસો રબાડા 851 પોઇન્ટ સાથે બીજા નંબરે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બુમરાહે વિતેલા વર્ષ 2018માં જાન્યુઆરીમાં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી અને તેની શરૂઆતના 606 દિવસની અંદર જ તેણે બેસ્ટ બોલર તરીકે ક્રિક્રેટની રમતમાં સફળતાની સીડી પાર કરી છે .જસપ્રિત બુમરાહ ફક્ત 25 વર્ષનો છે અને આટલી નાની ઉંમરે તેના શાનદાર પ્રદર્શને તેને એક મહાન બોલરોમાં સ્થાન અપાવ્યું છે.

જસપ્રીત બુમરાહ તે ભારતીય  ફોસેટ બૉલર છે કે જેણે કૈરેબિયાની ઘરતી પર માત્ર બે જ ટેસ્ટ રમીને એન.ડી રૉબર્ટ્સ,મેલ્કમ માર્શલ અને ઈયાન વિશપની ક્લબમાં સમાવેશ પામવાની તાકાત બતાવી હતી..

વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચ ટેસ્ટની સિરીઝમાં જસપ્રીત બુમરાહે 13 વિકેટ લીધી હતી. બુમરાહ બીજી ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યા હતા. તેના પહેલા હરભજન સિંહ અને ઇરફાન પઠાણે આ સ્થાન ધારણ કર્યું હતું. બુમરાહની પ્રથમ ટેસ્ટમાં 5/7 શાનદાર દેખાવ કર્યો હતો અને બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં તેણે 27 રન આપીને છ વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બુમરાહે અત્યાર સુધી 12 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 19.24 સરેરાશ ને 2.64ની ઈકોનૉમી સાથે 62 વિકેટ ફટકારી હતી,આ દરમિયાન બુમરાહે વેસ્ટઈંડીઝના સામે હેટ્રીક સહીત પાંચ વખત પાંચ વિકેટ પણ લીધી હતી,બુમરાહે તેની પાંચ વિકેટ દક્ષિણ આફ્રીકા, ઈંગલેન્ડ,ઓસ્ટ્રેલિયા ને વેસ્ટઈંડીઝની ટીમો સામે વિદેશની ઘરતી પર લીધી હતી.