નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં એશિયામાં ટીમ ઈન્ડિયાના સભ્ય બુમરાહ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીએ પોતાની ઘાતક બોલીંગની મદદથી આગળી ઓખળ ઉભી કરી છે. જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયાનો અને આફ્રીદી પાકિસ્તાની ટીમનો મુખ્ય બોલર છે. બીજી તરફ વિવિધ દેશઓએ આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વર્લ્ડકપમાં આફ્રીદીની સરખામણીએ બુમરાહ વધારે ખતરનાક સાબિત થાય તેવી શકયતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રીકી પોન્ડિંગે વ્યક્ત કરી છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એશિયા ખંડના બે એવા ફાસ્ટ બોલર છે, જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ભારતના જસપ્રિત બુમરાહ અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ બોલિંગ દ્વારા આખી દુનિયામાં પોતાનો આગવી ઓખળ ઉભી કરી છે.
ICCની ODI બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહનું સ્થાન હાલમાં ચોથા સ્થાન પર છે. આ સાથે જ શાહીન શાહ આફ્રિદીનું સ્થાન પાંચમું છે. ટેસ્ટ બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો હાલમાં શાહીન આફ્રિદી ત્રીજા સ્થાને અને જસપ્રિત બુમરાહ ચોથા સ્થાને છે.
બંને બોલરો પોતપોતાની ટીમ માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જસપ્રીત બુમરાહ અને શાહીન શાહ આફ્રિદી વચ્ચે કોણ સારો બોલર છે તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. તેનો જવાબ આપવો હંમેશા મુશ્કેલ રહ્યો છે. દરમિયાન ICC રિવ્યુમાં શોમાં રિકી પોન્ટિંગે કહ્યું કે, બુમરાહ અને આફ્રિદી બંને વિશ્વના શ્રેષ્ઠ બોલર છે.
બંનેમાંથી કોણ સારુ તે કહેવુ મુશ્કેલ છે, છેલ્લા કેટલાક સમયથી બંને બોલર તમામ ફોર્મેટમાં જબરદસ્ત બોલિંગ કરી રહ્યા છે. જો કે પોન્ટિંગે આગળ કહ્યું કે, જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાં શાહીન શાહ આફ્રિદી કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, જો ઓસ્ટ્રેલિયામાં રમવાના અનુભવની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ પાસે શાહીન શાહ આફ્રિદી કરતાં વધુ અનુભવ છે.