1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા
સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

0
Social Share

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ વિના ભારતીય માનકને અનુરૃપતાનો દાવો કરીને સિમેન્ટ પરીક્ષણ માટે ઉપયોગમાં આવનારી પ્રમાણભૂત રેતીના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે અમદાવાદમાં કાર્યરત એકમ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે IS 650:1991 લખેલ લગભગ 20000 ખાલી બેગ પણ જપ્ત કરવામાં આવી હતી.

ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના ભારતીય માનકને અનુરૂપતાનો દાવો કરનારની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદમાં રમાકડાનું વેચાણ કરતા એક વેપારીની દુકાન ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પણ કેટલાક નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત સુરત સહિત રાજ્યભરમાં ભારતીય માનક બ્યુરોના અધિકારી-કર્મચારીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code