- સુરત વરાછામાં રાજધાની નામક પ્રાઈવેટ લકઝરી બસમાં અચાનક આગ લાગી
- આ આગ એટલી ભયંકર હતી કે એક મહિલાનો જીવ ગયો
- આગ લાગતા જ જીવ બચાવા લોકો બસમાંથી કુદવા લાગ્યા
સુરતઃ- ડાયમંડ સીટિ ગણાતા સુરતમાં ગઈકાલે સાંજે હ્દય હચમચાવનારી ઘટના બની છે,
સુરતના વરાછા પાસે આવેલા હિરાબાદ સર્કલ પાસે રાજઘાની નામની એક પ્રાઈવેટ લકઝરી બસમાં અચટાનક જ આગ ભભૂકી ઉઠી હતી. હીરાબાગ સર્કલ પાસે બનેલી આ ઘટનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
આ આગ ભયાનક હોવાના કારણે બસમાં સવાર બે લોકોના મોતના એહવાલ મળી રહ્યા છે.જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે દાઝ્યા. પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આ આગની ઘટના એટચલી ભયાનક હતી કે લોકો જીવ બચાવવા માટે બસની બહાર કૂદકા મારતા જોવા મળ્યા હતા,
કેટલાક લોકો આગ લાગેલી હાલતમાં બસમાંથી બહાર કૂદી રહ્યા હતા આસપાસ ઊભેલા લોકોના હ્દય કંપાવી દે તેવી ઘચના હતી,અનેક આસપાસ ઈભેલા લોકોએ મુસાફરોને બચાવવાના બનતા પ્રયાસ કર્યા હતા, ઘટના સ્થળે ફાયર વિભાગની ગાડીઓ પણ આવી હતી.
મોતને ભેટેલા તાનિયા બેનના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા
આ બસની ઘટનામાં મોતને ભેટેલા તાનીયા બેન ગોવા ફરીને સુરત આવ્યા હતા અને પોતાના વતન ભાનગર જતા હતા તેમને ક્યા ખબર હતી કે તેમનો આ છેલ્લો સફર હશે, ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાની ના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા તેઓ ગોવા ખાતે હનીમૂન મનાવવા જવા માટે સુરતથી આવવા જવાની ફ્લાઇટ લીધી હતી.જેથી તેઓ વતન ભાવનગરથી સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા.
આ સાથે જ આ કપલ વિતેલા દિવસે ગોવા થી સુરત આવ્યા હતા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસીને પોતાના વતન ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા જે તેમની છેલ્લી સફર બની ગઈ.આ ઘટનામાં વિશાલ સળગતી હાલતમાં બસ કુદી ગયો અને તેની પત્ની તાનીયા બસમાં ફસાઈ ગઈ… જેના કારણે આ ભીષણ આગમાં તાનીયા બેનનું નું મોત નીપજ્યુંછે